<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

ચોટીલા શ્રી ચામુંડા માતાજીના દર્શને પોલીસ પરિવારઃ ડુંગર ઉપર ધજા ચડાવી માતાજીના ગરબે રમી માંની આરાધના કરી

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા તા. ૫ : નવલા નવરાત્રીમાં શક્‍તિ પીઠ સમા પ્રસિધ્‍ધ ચામુંડા માતાજીના ડુંગર ઉપર સુરેન્‍દ્રનગર જીલ્લા પોલીસ પરિવાર દ્વારા છેલ્લા પાચ વર્ષથી નવરાત્રીમાં ધજા ચડાવવામાં આવે છે અને જીલ્લા પોલીસ પરિવારે ડુંગર ઉપર ગરબે રમીને માતાજીની આરાધના કરી હતી.

શુક્રવારના દ્વિતીય નવરાત્રીના સુરેન્‍દ્રનગર જીલ્લાના પોલીસ પરિવારે ચોટીલા ડુંગર ઉપર છેલ્લા પાચ વર્ષની પરંપરાગત ધજા ચડાવવામાં આવેલ હતી. જીલ્લા પોલીસ અધીક્ષક, ડો. ગીરીશ પંડ્‍યા અધ્‍યક્ષતામાં નવરાત્રીના બીજા નોરતે ચામુંડા માતાજી ડુંગર મંદીર ચોટીલા ખાતે પૂજા અર્ચના કરી મહંત પરિવારનાં અમળતગીરીએ કુમકુમ તિલક કરી આશીર્વાદ પાઠવ્‍યાં હતા અને ડુંગર પગથીયા ધજા પ્રસાદની થાળ લઇ ચડી નીજ મંદિરમાં ધરીને દર્શન તેમજ દિપક આરતી સાથે ધજા ચડાવી આરાધના કરેલ.

આ કાર્યક્રમમાં જિલ્લાભરના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓઓ તથા પોલીસ પરીવારના સભ્‍યોએ ઉત્‍સાહભેર ભાગ લઇને દિવ્‍ય શક્‍તિની ભક્‍તિ કરી ધજા ચડાવી ગરબે રમીને આરાધના કરવામાં આવેલ હતી

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી આર. કે. તન્ના, ચોટીલા મામલતદાર વી. એમ. પટેલ,  ટી.ડી.ઓ. એ. કે ઠક્કર સહિત અન્‍ય અધિકારી અને મહાનુભાવો ઉપસ્‍થિત રહેલ હતા.

(12:01 PM IST)