News of Saturday, 5th October 2024
ચોરવાડના કુકસવાડા અને માંગરોળના શાપુરમાં જાહેરમાં જુગાર રમતા ૧૦ પકડાયા
૫ ખેલી નાસી ગયા : ૩૨,૪૨૦નો મુદ્દામાલ કબજે લેવાયો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૦૫ : જુનાગઢ જિલ્લાના ચોરવાડ પાસેના કુકસવાડા અને માંગરોળ નજીકના શાપુર ગામે પોલીસે જાહેરમાં જુગાર રમતા ૧૦ શખ્સને રૂપિયા ૩૨ ૪૨૦ ના મુદ્દા માલ સાથે પકડી પાડ્યા હતા આ કાર્યવાહીમાં પાંચ ખેલી નાસી જતા વધુ તપાસ હાથ ધરી હતી.
માળીયાહાટીના તાલુકાના કુકસવાડા ગામે ઘુમલી ગામ તરફ જતા રોડ પર મંદિરની લાઈટના અજવાળે જુગાર રમી રહેલા કુકસવાડા ગામના રણજીત બચુ ભાદરકા, ભાવેશ ઉર્ફે ભાયા કાના ભાદરકા, સુભાષ પ્રવીણ સોલંકી, ચેતન જીવા ચુડાસમા, રામ માલદે ચારીયા, ગોપાલ રામજી જોરા, અને વિજય ઉર્ફે વિક્રમ હીરા જોરા સહિત ૭ શખ્સને ચોરવાડ પોલીસે રૂપિયા ૨૧,૨૮૦ની રોકડ સાથે પકડી લીધા હતા. જ્યારે દિનેશ હકુ ચારીયા અને નીતુ પાચા ચારીયા નાસી જતા વધુ તપાસ હાથ ધરી હતી.
જ્યારે માંગરો તાલુકાના શાપુર ગામે ખાંભરા સીમ વિસ્તારમાં જાહેરમાં જુગાર ખેલતા પીયુશ બચુભાઈ ગરેજા, અનીલ કાનાભાઈ મકવાણા તથા પ્રકાશ મુંજાભાઈ પરમારને રૂપિયા ૧૧,૧૪૦ સાથે ઝડપી લીધા હતા.
આ દરોડામાં કીરણ બાબુભાઈ પરમાર, જયેશ ખીમાભાઈ સગારકા અને અમુલ ઉર્ફે ભુવો ડાયાભાઈ ચુડાસમા ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
