<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

જામનગરના દરેડ નજીક બી.આર.સી ભવનમાં વિદ્યાર્થીઓના ચોપડા પલળેલા જોવા મળી આવતા ભારે ચર્ચા

શા માટે પુસ્તકો પલળ્યા ? તે અંગે તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે પગલાં લેવાવા જોઈએ તેવી લોક લાગણી

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૫ : જામનગરના દરેડ નજીક આવેલા બી.આર.સી ભવનમાં વિદ્યાર્થીઓના ચોપડા પલળેલા જોવા મળી આવતા ભારે ચર્ચા જાગી છે. 

      અનેક વખત રજૂઆત બાદ પણ બીઆરસી ભવનની મરામત ન કરાતા સરકારી પુસ્તકો વરસાદમાં પલળી ગયા છે. 2004માં બનેલા બિલ્ડીંગની હાલત અત્યંત ક્ષતિગ્રસ્ત સામે હોવાની અનેક વખત વિડીયો પુરાવા સાથે બીઆરસી કોઓર્ડીનેટર પ્રજ્ઞાબેન લીંબડે વખતોવખત રજૂઆત  કરી છે.

         છતાં પણ મરામત્ત નથી કરાઈ, જેથી શા માટે પુસ્તકો પલળ્યા તે અંગે તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે પગલાં લેવાવા જોઈએ તેવી લોક લાગણી ઉઠી છે.(તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

(12:32 PM IST)