<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

ગિરનાર તળેટી પર ૧૧ કે.વી. વીજ સુવિધાઃ તંત્રને બિરદાવતા પ્રદીપ ખીમાણી

જુનાગઢ તા. પઃ ભાજપના અગ્રણી જુનાગઢ ગિરનાર યાત્રાધામ વિકાસ મંડળના શ્રી પ્રદીપ ખીમાણીએ મુખ્‍યમંત્રીને પત્ર પાઠવી જણાવ્‍યું છે કે, પવિત્ર ગિરનાર પર્વત પર ગિરનાર તળેટીથી અંબાજી મંદિર સુધી ૧૧ કે.વી. વીજ લાઇનનું ગુજરાતના ઉર્જા અને નાણામંત્રી કનુભાઇ દેસાઇના હસ્‍તે લોકાર્પણ થયું. અમારી લાંબા સમયથી આ માંગણી સંતોષવા માટે આપનો આભાર. આ કામગીરી ટેકનીકલી ખૂબ જ કપરી કામગીરી હતી અને વિશિષ્‍ટ રીતે કરવાની હતી તે નિヘતિ સમય કરતા પણ પહેલા પૂર્ણ કરવા માટે PGVCL ની ટીમને તથા સંપૂર્ણ વિભાગને પણ હું અભિનંદન પાઠવી આભાર વ્‍યકત કરૂં છું.

(1:23 PM IST)