<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

વિસાવદરને જોડતી મીટરગેજ ટ્રેનોના સમયમાં ફેરફાર કરાતા આવેદનપત્રઃ સાર્વત્રિક વિરોધ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૫: વિસાવદરને જોડતી મીટરગેજ ટ્રેનોના સમયમાં સિંહોની સલામતીનુ કારણ ધરી સૂચિત ફેરફાર જાહેર કરાતા વિસાવદર રેલ્‍વે સ્‍ટેશને શહેર-તાલુકાના સમાજશ્રેષ્ઠીઓ પૂર્વ ધારાસભ્‍ય હર્ષદભાઈ રીબડીયા, ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપભાઈ કાનાબાર, મંત્રી લલીતભાઈ ભટ્ટ, રેલ્‍વે સલાહકાર સમિતિના સદસ્‍ય નરેન્‍દ્રભાઈ કોટીલા, જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી રમણીકભાઈ દુધાત્રા, અખંડ ભારત પાર્ટીના પ્રમુખ મુકુંદભાઈ દવે, આર્ય સમાજના ચંદ્રવદનભાઈ ચૌહાણ, જિલ્લા પંચાયતના માજી સદસ્‍ય જીતુભાઇ રીબડીયા, વિ.હિ.પ.ના જે.પી.છતાણી, પૂર્વ નગરસેવકો જસુભાઈ બસીયા, નિલેશભાઈ દવે સહિતના નામી-અનામી આગેવાનો-નગરજનોએ વિસાવદર રેલવે સ્‍ટેશન અધિક્ષકને લેખિત આવેદનપત્ર પાઠવી સૂચિત રેલવે સમયપત્રકનો સખત શબ્‍દોમાં વિરોધ નોંધાવ્‍યો હતો.

વિસાવદર ચેમ્‍બર ઓફ કોમર્સ, વિસાવદર રેલવે સલાહકાર સમિતિ સદસ્‍ય, અખંડ ભારત પાર્ટી, આર્યસમાજ સહિતની સંસ્‍થાઓએ રેલવેના સુચિત સમય પત્રકનો લેખિતમાં વિરોધ નોંધાવ્‍યો છે

(1:23 PM IST)