News of Saturday, 5th October 2024
પોરબંદરના વિદ્યાર્થી જાગ્રીતે દિલ્હી સંવિધાન સંદનમાં ગાંધીજી વિશે દમદાર વકતવ્ય આવ્યું

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા.૫ : ધો-૭ના વિદ્યાર્થી જાગ્રીતે ગાંધી જંયતીએ દિલ્હી સંવિધાન સદનમાં ગાંધીજી વિશે આગળ શેલીમાં દમદાર વકતવ્ય આવીને પોરબંદર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
દિલ્હી ખાતે તા.૨ જી ઓક્ટોમ્બર પૂજ્ય ગાંધીજી અને લાલ બહાદુર શાષાીની જન્મ જયંતી નિમિતે સંસદના સંવિધાન સદનમાં યોજાયેલ કાર્યક્રમમાં પોરબંદરની પી.ઍમ.શ્રી જવાહર નવોદયના ધોરણ-૭માં અભ્યાસ કરતા વિદ્યાર્થી જાગ્રીત ચાંદનાઍ પોરબંદર અને પૂજ્ય બાપુના યોગદાન વિશે વક્તવ્ય રજૂ કર્યું હતું.
વિદ્યાર્થી જાગ્રીત ચાંદનાઍ પૂજ્ય બાપુનું આઝાદીમાં યોગદાન,પોરબંદર જન્મસ્થળ વિશે માહિતી સરળ ભાષામાં પૂજ્ય બાપુ વિશેના પ્રેરણાદાયી વિચારો પોતાની આગવી શૈલીમાં રજૂ કર્યા હતા. જાગ્રીત ચાંદનાના આત્મવિશ્વાસ અને ઉર્જાથી ભરપૂર શબ્દો સાથે વક્તવ્યઍ સંવિધાન સદનમાં ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીશ્રીઓને અભિભૂત કર્યા હતાં.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
