<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

જુનાગઢમાં નોબલ યુનિવર્સિટી દ્વારા ફ્રી હેલ્થ ચેકઅપ હોમિયોપેથિક સારવાર તથા રક્તદાન શિબિરનું આયોજન

 જુનાગઢ::નોબલ હોમિયોપેથી કોલેજ ઍન્ડ ઇન્સ્ટિટ્યૂટ સંલગ્ન નોબલ હોમિયોપેથિક હોસ્પિટલ દ્વારા ફ્રી હેલ્થ ચેકઅપ હોમિયોપેથિક સારવાર અને મહા રક્તદાન કેમ્પ આયોજન કરવામાં આવેલ હતું. હોમિયોપથી એક એવી ચિકિત્સા પદ્ધતિ છે  જેનાથી નવીનતમ તેમજ જૂની થી જૂની બીમારીઓનો ઈલાજ શક્ય છે. આ કેમ્પ અંતર્ગતહોમિયોપેથી સારવાર દ્વારા માતૃત્વ તેમજ બાળકોના રોગ ઘૂંટણના દુખાવા તેમજ હૃદય સંબંધીત રોગો ચામડીના રોગ વગેરેનું ફ્રી નિદાન તથા સારવાર કરી આપવામાં આવશે તેમજ આ કેમ્પની અંદર ૧૫૦ કરતાં પણ વધારે દાતાઓ દ્વારા રક્તદાનvકરવામાં આવેલ હતું. આ એક નિશુલ્ક સારવાર કેમ્પ છે જેના દ્વારા જૂનાગઢના બધા જ લોકોને રક્તદાન કરવાથી થતા ફાયદાઓ અને હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિના ફાયદાઓથી અવગત કરાવવામાં આવ્યા. અહીં આ કેમ્પ માં બામણગામ ની સરકારી શાળાઓનાં ૧૦૦ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો ની નિઃશુલ્ક તપાસ તથા સારવાર કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારનાં લોકોને ઘ્યાન માં રાખીને આયોજીત કરવામાં આવેલા ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ નાં આયોજન બદલ નોબલ યુનિવર્સિટીનાં પ્રેસિડેન્ટ નિલેશભાઈ ધુલેશિયા, વાઈસ પ્રેસિડેન્ટ ગિરીશભાઈ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી  વિ. પિ. ત્રિવેદી ,  કો.- મેનેજિંગ ટ્રસ્ટી કે. ડી. પંડયા અને પ્રોવોસ્ટ ડો.એચ. એન.ખેર દ્વારા રજીસ્ટ્રાર ડૉ . જય તલાટી, નોબલ હોમિયોપથી કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નાં મેડિકલ ડાયરેકટર ડો. જતિન મશરૂ , ડો પ્રેમનિધન પાલ ચૌધરી તેમજ તેમની ટીમ ને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.(અહેવાલ:વિનુ જોશી, તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(2:37 PM IST)