News of Saturday, 5th October 2024
જૂનાગઢના ચર ગામમાં સામુહિક આપઘાત : મહિલાએ તેના દિકરા અને દિકરી સાથે મળી ઝેર ગટગટાવ્યુ : માતા-પુત્રીના મોત : પુત્ર ગંભીર
મહિલાના પહેલા દિકરાનું આઠ મહિના પહેલાજ મોત થયું હતું ત્યારબાદથી આ પરિવાર શોકમગ્ન રહેતો હતો : પતિ સુતા હતા ત્યારે પગલું ભર્યું : કારણ અંગે પોલીસ તપાસનો ધમધમાટ

જુનાગઢ તા.૫ : જૂનાગઢમાં એક જ પરિવારના 3 લોકોનો સામૂહિક આપઘાતનો પ્રયાસ થતા સનસનાટી મચી ગઈ છે આ બનાવમાં બેના મોત થયા છે.
મહિલા તેના પતિ અને દિકરી સાથે ઘરે હતી. પતિ સૂઇ રહ્યા હતા. આ દરમ્યાન તેણે દીકરી સાથે મળી ઝેર ગટગટાવ્યું હતું.. આ દરમ્યાન દીકરો પણ ઘર પર આવી પહોંચ્યો હતો.
જૂનાગઢના ચર ગામમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે.. મહિલાએ તેના દિકરા અને દિકરી સાથે મળી ઝેર ગટગટાવ્યુ હતું.
આ ઘટનામાં મહિલાનું અને દીકરીનું મોત થયું છે, જ્યારે દીકરાની હાલત ગંભીર છે. મહિલા તેના પતિ અને દિકરી સાથે ઘરે હતી. પતિ સૂઇ રહ્યા હતા. આ દરમ્યાન તેણે દીકરી સાથે મળી ઝેર ગટગટાવ્યું હતું.. આ દરમ્યાન દીકરો પણ ઘર પર આવી પહોંચ્યો હતો. પુત્ર માતા અને બહેનની સ્થિતિ જોઇને પામી ગયો હતો કે શું બન્યું છે.. જે બાદ તેણે પણ આવેશમાં આવી ઝેર ગટગટાવ્યું હતું. હાલ તેની હાલત ગંભીર છે.
આ ઘટનાને લઇને હજુ સુધી એ સામે આવ્યું નથી કે શા માટે મહિલાએ સંતાનો સાથે મળીને ઝેર પીધું, જો કે એક વાત જે સામે આવી છે તે એ છે કે આ મહિલાના પહેલા દિકરાનું આઠ મહિના પહેલાજ મોત થયું હતું ત્યારબાદથી આ પરિવાર શોકમગ્ન રહેતો હતો. પોલીસે હાલ આ સમગ્ર ઘટનાને લઇને ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે..
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
