<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

દેવભુમિ દ્વારકા જિલ્લામાં તીર્થસ્થળ હર્ષદ ખાતે 'નવરાત્રી શક્તિ પર્વ૨૦૨૪' ભવ્યતાથી ઉજવાયો

વિખ્યાત કલાકારો દ્વારા ગરબાની રમઝટ, કલેક્ટર અને પદાધિકારીઓની ભક્તિમય ઉપસ્થિતિ

દેવભુમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદ(ગાંધવી) ખાતે નવરાત્રી શક્તિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા પ્રેરીત અને કમિશ્નર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ દ્રારા આયોજીત તેમજ દેવભુમિ દ્વારકા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સંચાલિત આ શક્તિ પર્વમાં વિખ્યાત કલાકારો દ્વારા ગરબા પ્રસ્તુત કરવામાં આવ્યાં હતાં, જેના તાલે ભાવિકો ગરબે ઝુમ્યાં હતાં.

દેવભુમિ દ્વારકા જિલ્લાનાં કલાણપુર તાલુકાના ઐતિહસિક અને પૌરાણિક મહત્વ ધરાવતાં  હરસિદ્ધિ માતાજી મંદિરનાં સંનિધ્યમાં ગાંધવી ગામે આસો સુદ બીજ અને શુક્રવારના દિવસે યોજાયેલ આ કાર્યક્રમમાં દેવભુમિ દ્વારકા જિલ્લા ન્યયાલયના પ્રિંન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજ એસ.વી.વ્યાસ, પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી.ધાનાણી, દેવભુમિ દ્વારકા જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર ભુપેશ જોટાણિયા, પ્રાંત અધિકારી, ડી.વાય.એસ.પી. અને અધિકારીઓ ઉપરાંત જિલ્લા પંચાયતના હોદ્દેદારો, અગ્રણીઓ, સ્થાનિક મહાનુભાવોએ માતાજીની ભક્તિમય આરતી દ્વારા કાર્યક્રમની શરુઆત કરી હતી ત્યારબાદ મંદિરના મુખ્ય પુજારીશ્રી સહિતના મહાનુભાવોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રસિદ્ધ કલાકારો ફરીદાબેન મીર અને સરસ્વતીબેન હિરપરા અને સંગીતવૃંદ દ્વારા ગરબા રજુ કરવામાં આવ્યાં હતાં, જેના તાલે ગામની બાલિકાઓ, મહિલાઓ અને ગ્રામજનો ગરબે ઝુમ્યાં હતાં



 

(7:40 PM IST)