તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th October 2024
દ્વારકાના કલ્યાણપુર પંઠકમાં ભારે વરસાદે વિનાશ વેર્યો; ભારે વરસાદ પડતા પાકને નુકસાન અને નદીના પાણી ફરી વળતા ખેતરોનું ધોવાણ
રાવલ ગામના સીમ વિસ્તારમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન: સરકાર પાસે ખેડૂતોએ સહાયની માગ કરી.

દ્વારકાના કલ્યાણપુર પંઠકમાં ભારે વરસાદે વિનાશ વેર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે. રાવલ ગામના સીમ વિસ્તારમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે . ભારે વરસાદ પડતા પાકને નુકસાન અને નદીના પાણી ફરી વળતા ખેતરોનું ધોવાણ હટ્યું છે
. વર્તુ ડેમમાં પાણીની ભરપૂર આવક થતા નદીમાં પાણી છોડાયું હતું. જે બાદ નદીમાં પાણીનો પ્રવાહ વધતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને નદીકાંઠે આવેલા તમામ ખેતરોનું ધોવાણ થતા ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ખેતરોમાં મોટા ગાબડા પણ પડી ગયા હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે ત્યારે સરકાર પાસે ખેડૂતોએ સહાયની માગ કરી છે
(5:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
