<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

કચ્છમા માતાના મઢમાં માઈભક્તોનો મહેરામણ: ૭ દિ’માં આંકડો ૫ લાખને પાર

૩.૫૦ લાખ ભક્તોએ લીધો પ્રસાદ, અવિરત ૨૪ કલાક અન્નક્ષેત્રની સેવા

(ભુજ) આજે ૫ મુ નોરતુ છે ત્યારે નવરાત્રિ પર્વ દરમ્યાન કચ્છના માતાના મઢ મધ્યે માઈ ભક્તોનો ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસો અને પ્રથમ ચાર નોરતા એમ સાત દિ’માં માનવ મહેરામણ જોવા મળ્યો છે. ૫ લાખ માઈ ભક્તોએ માં આશાપુરાના ચરણે પોતાનું શિશ ઝુકાવ્યું છે. 

       હજી નવરાત્રિના ૫ દિવસ બાકી છે. માતાના મઢના ટ્રસ્ટીઓ માઈ ભક્તોની સેવામાં સતત ખડે પગે છે. અહીં ૨૪ કલાક અન્નક્ષેત્ર ધમધમી રહ્યું છે. છેલ્લા ૭ દિવસમાં સાડા ત્રણ લાખથી વધુ માઈ ભક્તો પ્રસાદનો લાભ લઇ ચૂક્યા છે.

(9:28 AM IST)