<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત કઇ રીતે બનાવવું..? અને તેનો ઉપયોગ

પોરબંદરઃ પ્રાકળતિક ખેતી કરવા માટે ખેડૂતો જીવામળતનો ઉપયોગ કરતા હોય છે. ખેડૂતો માટે જીવામળત બનાવવાની પદ્ધતિ બહુ સરળ છે. રાસાયણિક ખાતરોને બદલે જીવામળતનો ઉપયોગ કરી જમીનને ફળદ્રુપ કરીને વધુઉત્‍પાદન મેળવી  શકાય છે.

પ્રાકળતિક ખેતી કરતા ખેડૂતો માટે જીવામળતની બનાવવા માટે ૨૦૦ લીટરનું બેરલ લો, તેને છાંયામાં રાખીને તેમાં ૧૭૦ થી ૧૮૦ લીટર પાણી ભરો. તેમાં ૮ થી ૧૦ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર અને ૮ થી ૧૦ કિલો ગોબર ગાયનું ગોબર નાખી ૧.૫ કિલો ગોળ, ૧.૫ કિલો કોઈપણ કઠોળનો લોટ અને એક મોટા વળક્ષ નીચેની એક મુઠ્ઠી માટીને નાખો. ત્‍યાર બાદ આ દ્રાવણને લાકડી વડે ઘડિયાળના કાંટાની દિશામાં (ક્‍લોકવાઇઝ) દ૨રોજ પાંચ મિનિટ સવારે અને પાંચ મિનિટ સાંજે હલાવતા રહેવાનું. જીવામળત તૈયાર થાય તેટલા દિવસ સુધી આ મિશ્રણને હલાવો, જીવામળત ગરમીની ઋતુમાં ૨૪થી ૪૮ કલાકમાં તેમ જ ઠંડીની ઋતુમાં ૪થી ૫ દિવસમાં જીવામળતના રૂપમાં તૈયાર થાય છે.

આ તૈયાર થયેલા જીવામળતને ફૂવારા દ્વારા અથવા ડ્રીપ કે, ધોરિયાના માધ્‍યમથી પાણી સાથે, એક બેરલ (૨૦૦ લીટર) પ્રતિ એકરના પ્રમાણમાં પાકને આપવાથી તે ખેતરમાં મેળવણના રૂપમાં કામ કરશે. આ સૂક્ષ્મ જીવાણુઓ જમીનમાં ગયા પછી પોતાની સંખ્‍યા ઝડપથી વધારે છે અને જીવાણુઓ હવામાંથી નાઇટ્રોજન લઈને છોડવાઓના મૂળને આપે છે, જેથી જીવામળત રાસાયણિક ખાતરના બદલે કુદરતી ખાતરની ગરજ સારે છે.

જમીનમાં ફોસ્‍ફરસ, પોટાશ, ઝિંક, મેગ્નેશિયમ વગેરે તત્ત્વો પહેલાંથી જ છે પરંતુ, તે આ બધા તત્ત્વો ધરતીમાં મળતઃપાય રૂપમાં હોય છે, તેથી તે પોતાની રીતે જ છોડના ભોજનના કામમાં આવતાં નથી. ધરતીમાં અઢળક પોષક તત્ત્વો અલભ્‍ય સ્‍વરૂપમાં હોય છે, આવાં તત્ત્વોને તોડીને આ જીવાણુઓ ખોરાક બનાવીને છોડ લઈ શકે તેવા સ્‍વરૂપમાં ફેરવવાનું કામ કરે છે. ધરતીમાં જેટલા જીવાણુઓ વધશે તેટલો જ ધરતીનો ઓર્ગેનિક કાર્બન વધશે. જેથી જમીનની ફળદ્રુપતામાં વધારો થશે.

ઉપયોગ કઇ રીતે

પ્રાકળતિક ખેતી કરતા ખેડૂતો જીવામળતનો મહિનામાં એક વખત અથવા બે વખત જરૂરિયાત અનુસાર ૨૦૦ લીટર પ્રતિ એકરના પ્રમાણથી પિયતના પાણી સાથે આપો, તેનાથી ખેતરમાં ચમત્‍કાર થશે. ફળ ઝાડના વળક્ષનો બપોરના ૧૨ વાગ્‍યે તેનો પડછાયો પડે, તે પડછાયાની કિનારી ઉપર પ્રતિ વળક્ષ ૨ થી પ લીટર જીવામળત મહિનામાં ૧ થી ૨ વખત આપો. જીવામળત આપતી વખતે જમીનમાં ભેજ હોવો જરૂરી છે.

જમીનમાં કયારે આપવું

જીવામળતનો શેરડી, કેળ, ઘઉં, જુવાર, મકાઈ, તુવેર, મગ, અડદ, ચણા, સૂર્યમુખી, કપાસ, અળસી, રાય, બાજરો, મરચી, ડુંગળી, હળદર, આદુ, રીંગણ, ટમેટા, બટેટા, લસણ, લીલા શાકભાજી, ફૂલછોડ, ઔષધીયુક્‍ત છોડ, સુગંધી છોડ વગેરે દરેક પર ૨ થી ૮ મહિના સુધી જીવામળતનો યોગ્‍ય પદ્ધતિથી છંટકાવ કરવો. મહિનામાં ઓછામાં ઓછા ૧ થી ૩ વખત જીવામળતનો છંટકાવ કરવાથી જમીન સુધરશે અને ફળદ્રુપતા વધવાથી ખેડૂતને ફાયદો થશે. (૨૨.૧૦)

: સંકલન :

પરેશ પારેખ

પોરબંદર

(10:16 AM IST)