તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 7th October 2024
માલવણ પાસે ૨૮ લાખનો દારૂ સાથે ટ્રક ઝડપાયો
પીઓપી પાવડરની થેલીની આડમાં લઇ જવાતો'તો

વઢવાણ, તા.૭: પાટડી તાલુકાના માલવણ હાઈવે પર અખિયાણા પાસેથી પીઓપી પાવડરની થેલીની આડમાં લઇ જવાતી વિદેશી દારૂની ૯૧૨૦ બોટલો સાથે ટ્રક ઝડપાઈ હતી. સુરેન્દ્રનગર એલસીબીએ વિદેશી દારૂની બોટલો, મોબાઈલ અને પીઓપી પાવડરની થેલીઓ ૪૨૫ મળી કુલ રૂ. ૪૩.૦૭ લાખના મુદામાલ સાથે એક આરોપી ઝડપાયો હતો. જે અંગે બજાણા પોલીસ મથકે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગર એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર જે.જે.જાડેજા તથા ઇન્ચાર્જ પીએસઆઇ એન.એ.રાયમા દ્વારા એલ.સી.બી.તથા પેરોલ ફર્લો પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગ દરમિયાન માલવણથી ધ્રાંગધ્રા જતા નેશનલ હાઇવે રોડ અખીયાણા ચોકડી નજીક એકતા હોટલ પાસે રોડ ઉપર એક ટ્રકમાંથી પી.ઓ.પી.પાવડરની થેલીઓની આડમાં ઇંગ્લીશ દારૂની કુલ બોટલો નંગ- ૧૦૨૦ કિંમત રૂ. ૭,૫૩,૭૮૦, વ્હીસ્કી બોટલ નંગ-૨૪૧૨ કિંમત રૂ. ૧૩,૫૩,૧૩૨ તથા બીયર ટીન નંગ- ૫૬૮૮ મળી કુલ કિંમત રૂ. ૨૭,૭૬,૨૯૬, એક મોબાઈલ, ટ્રક કિંમત રૂ. ૧૫,૦૦,૦૦૦ અને પીઓપી પાવડરની થેલીઓ ૪૨૫ મળી કુલ રૂ. ૪૩,૦૭,૫૪૬નો મુદામાલ સાથે ટ્રક ચાલક બલકરણસિહ ચરણજીતસિહ જટ (ગામ- ઢાણી, તા.નોહર, જી.હનુમાનગઢ (રાજસ્થાન)ને ઝડપી પાડ્યો હતો.
બજાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા મુજબનો ગુનો દાખલ કરી આ કેસમાં માલ ભરી આપનારા બલવીરકુમાર સોનદાસ સ્વામી (રહે ગામ-થીરના તા.નોહર જી.હનુમાનગઢ રાજસ્થાન), માલ કયા પહોચડવાનો તેનુ ડાયરેકશન આપનાર હીરસિગ (રહે-બાડમેર, રાજસ્થાન) અને આગળ તપાસ દરમ્યાન ખુલે તે વિગેરે વિરુદ્ધ ગુનો દાખલ કરી એમને ઝબ્બે કરવા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર એલસીબીના આ દરોડામાં પોલીસ ઇન્સપેકટર જે.જે.જાડેજા તથા ઇન્ચાર્જ પીએસઆઇ એન.એ.રાયમા, પરીક્ષીતસિંહ ઝાલા, દશરથભાઇ ધાંદ, યશપાલસિંહ રાઠોડ, વિજયસિંહ બોરાણા તથા પેરોલ ફર્લો મનસુખભાઇ રાજપરા, ભૂપતસિંહ જોરૂભા રાઠોડ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
