<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

ભાવનગરના હીરાના વેપારી સાથે સવા કરોડની છેતરપિંડી

પિતા-પુત્રોએ હીરા ખરીદી રૂપિયા નહીં આપી ટાટીયા ભાંગી નાખવાની ધમકી આપી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા. ૭: ભાવનગરના  કોબડી ગામે રહેતા અને ભાવનગર શહેરના ક્રિસ્‍ટલ બીલ્‍ડીંગ નિર્મળનગર ભાવનગર ખાતે કાચા હીરાની લે વેચ કરતા છગનભાઈ મોહનભાઈ માંડાણી  ઉં.વ ૫૧  ના આજ ગામના વેપારી મહેશ મકોડભાઈ ઘેવરીયા તથા તેના ભાઈ પ્રદિપ મકોડભાઈ ઘેવરીયા તથા તેના પિતા મકોડ મોહનભાઇ ઘેવરીયાએ રફ હિરા ૧૩૫૦ કેરેટ મળી કુલ રૂ.૬૦,૧૯,૪૧૪ તથા રફ હિરા ૧૫૪૦ કેરેટ કુલ રૂ.૬૪,૭૦,૪૪૦ ,આમ બંને હીરાની કુલ કિંમત રૂ.૧,૨૪,૨૬,૮૫૫ ની થયા છે.અને કાચા હિરાનો માલના નાણાં દિન પંદર માં પેમેન્‍ટ કરવાની શરતે ખરીદ કરી નક્કી કરી હતી. જેનો વાયદો પૂરો થતા બાકી રૂપીયા માંગવા જતા ગાળો આપી અને કહેલ કે અહિ કેમ ઉઘરાણી કરવા આવેલ છો અહિ નહી આવવાનુ આવ્‍યા છો તો ટાટીયા ભાંગી નાખવા પડશે તેમ કહિને ઉપરોક્‍ત ત્રણેય જણા છગનભાઈને મારવા દોડયા હતા.

દરમિયાનમાં છગનભાઈ ત્‍યાંથી જતા રહ્યા હતા.બાદ મહેશ ગઈ તા.૧૬ ઓગસ્‍ટ ૨૦૨૪ ના રોજ યસ બેંક નો ચેક આપ્‍યો હતો. છગનભાઈએ ઉપરોક્‍ત પિતા પુત્રોએ આપેલ ચેક વિશ્વાસપૂર્વક બેંકમાં જમા કરાવ્‍યો હતો. પરંતુ આ ચેક બાઉન્‍સ થતી હતો.અને છગનભાઈના રૂપિયા કુલ રૂ.૧,૨૪,૨૬,૮૫૫ નહી ચુકવી ત્રણેય પિતા,પૂતોએ એકસંપ મેળાપણ કરી હિરાની ખરીદી કરી કાયદેસરની ચુકવણીની રકમ નહી ચુકવી વિશ્વાસઘાત કરી છગનભાઈ અને  ભત્રીજા સતીષભાઈને ગાળો બોલી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નિલમબાગ પોલીસ મથકમાં છગનભાઈએ મહેશ મકોડભાઈ ઘેવરીયા તથા તેના ભાઈ પ્રદિપ મકોડભાઈ ઘેવરીયા તથા તેના પિતા મકોડ મોહનભાઇ ઘેવરીયા વિરુદ્ધ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:01 AM IST)