<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

મોરબીના ખાનપરમાં નશાની આદતને લીધે સળગેલા રણજીતગીરીનું મોત

ચાર દિવસની સારવાર બાદ રાજકોટમાં દમ તોડયોઃ ત્રણ દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવતાં ગોસ્‍વામી પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૭: મોરબીના ખાનપર ગામે રહેતાં રણજીતગીરી મનસુખગીરી ગોસ્‍વામી (ઉ.વ.૩૮) નામના યુવાને ચાર દિવસ પહેલા ગામના ચોરે જઇ શરીરે પેટ્રોલ છાંટી અગ્નિસ્‍નાન કરી લેતાં ગંભીર રીતે દાઝી જતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. અહિ તેનું ગઇકાલે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

રણજીતગીરી ગોસ્‍વામીએ તા. ૨ના સાંજે ગામના ચોરે જઇ અગ્નિસ્‍નાન કરી લેતાં ગંભીર રીતે દાઝી ગયા હતાં. ગામલોકો ભેગા થઇ જતાં તેમના પરિવારજનોએ જાણ કરવામાં આવતાં તેઓએ પહોંચી તેમને મોરબી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી રાજકોટ ખસેડયા હતાં. અહિ ગઇકાલે મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ મોરબી તાલુકા પોલીસમાં જાણ કરી હતી.

પરિવારજનોના કહેવા મુજબ રણજીતગીરી ત્રણ બહેન અને બે ભાઇમાં વચેટ હતાં. સંતાનમાં ત્રણ પુત્રી છે. પોતે કારખાનામાં મજૂરી કરતાં હતાં. નશાની ટેવ હોઇ ઘરમાં કલેશ થતાં કંટાળીને આ પગલુ ભર્યુ હતું. મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(2:27 PM IST)