<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

નાના દહીસરાના દિકરીએ દેશમાં ડંકો વગાડયો : શિક્ષિકા કવિતા ભટાસણાને નેશનલ કક્ષાનો નવોદય એવોર્ડ

સમગ્ર દેશમાંથી ૧૪૪ વ્‍યકિતઓની પસંદગી બાદ શિક્ષણ ક્ષેત્રે યોગદાન માટે કવિતાબેનની પસંદગી : હાલ તેઓ લોધીકાના રાતૈયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહ્યા છે

 (જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા. ૭ : મોરબી જિલ્લાના માળીયા તાલુકાના નાના દહીસરાની દિકરીને વર્ષામેળી ગામની વહુવારૂ અને હાલે રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના નાના એવા રાતૈયા ગામના વિજ્ઞાન વિષયના શિક્ષકને તાજેતરમાં નવોદયન એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હતો. નવોદયન એવોર્ડ માટે સમગ્ર દેશમાંથી અલગ અલગ ૧૪૪ લોકોની પસંદગી બાદ નિર્ણાયક દ્વારા અલગ -અલગ ૧૫ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવે છે જેમાં રાજકોટ જિલ્લાના વિજ્ઞાન શિક્ષક કવિતાબેન ભટાસણાની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરી એવોર્ડ એનાયત કરવામાં આવતા તેઓને ચોતરફથી શુભકામનાઓ મળી રહી છે.

તાજેતરમાં આઝાદ રિસર્ચ સેન્‍ટર, છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ) મહારાષ્‍ટ્ર ખાતે ૫મી નવોદયન એલ્‍યુમીની મીટ મળી હતી જેમાં સમગ્ર દેશમાંથી ડિફેન્‍સ, આર્ટસ, એડમિનિસ્‍ટ્રેશન, સોશિયલવર્ક, એગ્રિકલચર, સાયન્‍સ, કોમર્સ, લીડરશીપ, હેલ્‍થ, ટેકનોલોજી, સ્‍પોર્ટ્‍સ, પર્યાવરણ, પત્રકારિત્‍વ, શિક્ષણ અને આર્ટસ અને ક્‍લચર ક્ષેત્રે એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યા હતા. આ એવોર્ડ સમારોહ પૂર્વે સંસ્‍થા દ્વારા ૧૪૪ લોકોની પસંદગી કરી પાંચ જજની પેનલ દ્વારા ઇનરવ્‍યુ બાદ ફાઇનલ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હોય છે જેમાં શ્રેષ્ઠતમ શિક્ષણ આપવા બદલ લોધિકાના રાતૈયા ગામના શિક્ષિકા કવિતાબેન ભટાસણાની પસંદગી કરી એવોર્ડ એનાયત કરવામાં આવતા રાજકોટ જિલ્લાનું ગૌરવ વધ્‍યું છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ કવિતાબેન ભટાસણાને વિજ્ઞાન ક્ષેત્રે વિવિધ પ્રવળતિઓ કરાવી વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપવા બદલ રાષ્‍ટ્રીયકક્ષાએ ૪ વખત રાજ્‍યકક્ષાએ ૧૧ વખત અને જિલ્લા કક્ષાએ અનેક વખત શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું બહુમાન પ્રાપ્ત થયું છે. નેશનલ કક્ષાએ પસંદગી પામવા બદલ જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્‍હાણે, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી, તમામ ટીપીઓ તથા સમસ્‍ત બી.આર.સી, રાજકોટ જિલ્લાની તમામ શાળાઓના આચાર્યની ઉપસ્‍થિતિમાં હેમુ ગઢવી હોલ ખાતે સન્‍માન સમારંભ યોજાયો હતો

(11:10 AM IST)