News of Monday, 7th October 2024
ઉપલેટામાં લાખો રૂપિયાનો ખર્ચ કરી બનાવાયેલ આંતરરાષ્ટ્રીય કક્ષાને સમકક્ષ ટ્રેક ખરાબ અને મેદાન ખંઢેર હાલતમાં!
પાલિકા તંત્ર જાળવણી કરવામાં નિષ્ફળ હોવાની ફરિયાદો સાથે ઉમેદવારો, સ્થાનિકોમાં રોષ : ૨૦૧૯માં કરવામાં આવ્યું હતું લોકાર્પણ

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા. ૭ : નગરપાલિકા દ્વારા બનાવાયેલ આંતરરાષ્ટ્રીય કક્ષાના રનિંગ ટ્રેકને સમકક્ષ ૪૦૦ મીટરનો એક રનિંગ ટ્રેક બનાવાયેલ છે જે રનિંગ ટ્રેકનું કામ પૂર્ણ થયા બાદ વર્ષ ૨૦૧૯ માં તેમનું કેબિનેટ મંત્રી, સાંસદ સભ્ય, ધારાસભ્ય સહિતનાઓનું ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ થયેલા અને લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ રનીંગ ટ્રેકમાં છેલ્લા ઘણા સમયથી કોઈપણ પ્રકારની જાળવણીનો અભાવ ન થતો હોવાને કારણે આ રનીંગ ટ્રેક દિવસેને દિવસે ખરાબ અને ખંઢેર હાલતમાં થઈ રહ્યો છે ત્યારે આ ખરાબ થયેલા રનિંગ ટ્રેકને લઈને અહીં આવતા અને પરીક્ષાની ફીઝીકલ તૈયારીઓ કરતા ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી તકલીફો વેઠી રહ્યા હોવાનું અને તંત્રની ઢીલાસથી ખુબ જઙ્ગ નારાજ હોવાનું સામે આવ્યું છે.
આ રનીંગ ટ્રેકની જાળવણી માટેના જવાબદાર તંત્ર આ ખરાબ થયેલા અને જાળવણી ન કરતા તંત્રથી ખુબ નારાઝ અને રોષે ભરાયા હોવાનું સામે આવ્યું છે ત્યારે યોગ્ય કાર્યવાહી અને કામગીરી કરી યોગ્ય રીતે જાળવણી કરવાની માંગ કરી રહ્યા છે. કારણ કે અહીં આવતા સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો અહીંયાથી પ્રશિક્ષણ લઈને પોતાની ફિઝિકલ તૈયારીઓ અને ફિટનેસ માટેની તૈયારીઓ કરતા હોય છે જેથી આ ખરાબ થયેલા અને જાળવણીના અભાવે ખંઢેર બની રહેલા ગ્રાઉન્ડ અને રનિંગ ટ્રેકને જવાબદાર તંત્ર દ્વારા સાર સંભાળ લઈ પુનઃસ્થાપિત યોગ્ય રીતે કરવામાં આવે તેવી માંગ કરી છે.
અહીંયા જયાં ત્યાં રસ્તા ઉપર જાડી જાખરા ઉગી ચુકયા છે અને સાથે જ કાદવ કિચનના કારણે દોડવું તો ઠીક પણ ચાલવું પણ મુશ્કેલ પડે છે ત્યારે અહીંયાના સિનિયર સિટીઝનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો અને આસપાસના નાગરિકો માટેનું એકમાત્ર આ ગ્રાઉન્ડ અને રનિંગ ટ્રેક જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય રીતે સાર સંભાળ લઈ જાળવણી કરવામાં આવે તેવી માંગ કરી છે.
ઉપલેટાના એકમાત્ર આ ગ્રાઉંડની ખરાબ પરિસ્થિતિને લઈને સ્થાનિક આગેવાનો અગ્રણીઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરતા ઉમેદવારોના જણાવ્યા પ્રમાણે આ ખરાબ ગ્રાઉન્ડની ખરાબ પરિસ્થિતિને લઈને વખતો વખત જવાબદાર તંત્રને લેખિત ફરિયાદો અને મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ આ લેખિત ફરિયાદો અને મૌખિક ફરિયાદનું કોઈ પણ પ્રકારનો નિવેડો કે નિકાલ કરવામાં આવતો નથી જેથી આ અમૂલ્યવાન વસ્તુ ખરાબ થઈ રહી છે.
આ રનીંગ ટ્રેક અને ગ્રાઉન્ડ બાબતે ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને રમત ગમત ક્ષેત્રમાં જેમને સિદ્ઘિઓ અને મેડલો હાંસલ કરેલ છે તેમજ સ્પોર્ટ્સ બાબતે રસ ધરાવતા દાનભાઈ ચંદ્રવાડીયાએ પણ આ બાબતે જવાબદારોને કાળજી લેવા ટકોર કરી છે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
