<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

કેશોદ, બાંટવા, જુનાગઢ વિસ્તારમાં જુગાર રમતા ૩ મહિલા સહિત ૨૫ પકડાયા

મહિલા સહિત ૧૦ શખ્સ નાસી ગયા, ખેલીઓ પાસેથી ૧,૦૭,૮૧૦નો મુદ્દામાલ કબજે લીધો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૦૭: જુનાગઢ જિલ્લાના કેશોદ બાટવા અને જુનાગઢ તાલુકા વિસ્તારમાં જુગાર રમતા ૩ મહિલા સહિત ૨૫ શખ્સને રૂપિયા ૧,૦૭,૮૧૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

કેશોદ તાલુકાના માણેકવાડા ગામનો કરણ હરદાસ આંત્રોલીયાના ખેતરે જાહેરમાં આંબાના ઝાડ નીચે જુગાર રમાતો હોવાની માહિતી મળતા કેશોદ  પોલીસે દરોડો પાડયો હતો.

આ કાર્યવાહીમાં પોલીસે(૧) કરણ હરદાસભાઈ આંત્રોલીયા રહે.માણેકવાડા તેમજ  (૨) સરમણ રામાભાઈ કડેગીયા રહે.કડેગી ગામ તા.કુતીયાણા  (૩) ભીખા નાથાભાઈ ચાવડા રહે. મધુરમ  (૪) સલીમ બાબુભાઈ તૈયબ રહે. જુનાગઢ, (૫) બાબુ લખમણભાઈ વાસણ રહે.રાજકોટ, (૬) કમલેશ અરજણભાઈ પરીયા રહે. ધરાનગર જુનાગઢ, (૭) મનીષાબેન વા/ઓ રામજીભાઈ વાલજીભાઈ મોકરીયા રહે. પોરબંદર, (૮)  દિપક ગંગારામભાઈ વાઘેલા રહે. જૂનાગઢને રૂપિયા ૭૭૫૦૦ને રોકડ સાથે જુગાર રમતા પકડી લીધા હતા.

આ દરોડામાં રાજુ ઉર્ફે લાંબો દેવાભાઈ મેર રહે.મેખડી ગામ તા.માંગરોળ, સરમણ જયાભાઈ મેર રહે.કડેગી ગામ તા.કુતીયાણા, જેશા કાળા રબારી રહે.કેશોદ, સંજય મગન મારૂ રહે.જુનાગઢ ધરાનગર,  રાહુલ સાજણ મારૂ રહે.ધરાનગર જુનાગઢ, જીગર દિનેશ ગોસાઈ રહે.જુનાગઢ ગીરનાર દરવાજા, આશાબેન મોચી રહે.ગણેશનગર ગીરનાર દરવાજા જુનાગઢ, ભગત મેર રહે.જુનાગઢ, પરબતભાઈ ગઢવી રહે.જેતપુર, જયસુખ રહે. જુનાગઢ  સહિત ૧૦ શખ્સ નાસી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

જ્યારે બાંટવાનાં પીએસઆઇ આર. એમ. વાળાની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં નવરાત્રી સબબ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સમેગા ગામે પહોંચતા મંદિરની બાજુમાં ઓટલા પર સમેગાનો પ્રકાશ મનસુખ સુખાનંદી, રાજુ ગોવા મણિયાર, દિવ્યેશ લખુ સોઢા, અશોક અમરશી બારીયા, રામજી મેણંદ મારુ, પરેશ દાદુ બારીયા, વિરમ વજશી મારુ, અરવિંદગીરી હરદેવગીરી મેઘનાથી, રાજ મેરામણ કિદરખેડીયા, વૈભવ ઉર્ફે રાજુ પૂંજા કોડીયાતર, રોહિત ભોજા ગોહિલ, ભાવિન ઉકા રાઠોડ અને મનસુખગીરી ગંગાગીરી મેઘનાથી સહિત ૧૩ શખ્સ જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા. ખેલીઓ પાસેથી રૂપિયા ૧૦,૫૬૦ની રોકડ રકમ અને રૂપિયા ૧૪૫૦૦ના ૮ મોબાઇલ મળી કુલ રૂપિયા ૨૫,૦૫૦નો મુદ્દામાલ કબજે લીધો હતો.

આ ઉપરાંત જુનાગઢ તાલુકા પોલીસે ડુંગરપુર ગામેથી (૧) ભુપતભાઇ છગનભાઇ બાંભણીયા, (૨) પરેશભાઇ ભનુભાઇ વણાર, (૩) પુજાબેન મહેશભાઇ ધીરૂભાઇ સરવૈયા

(૪) કંચનબેન વા/ઓ ડાયાભાઇ ચનાભાઇ ગરછડીયા

રહે. તમામ ડુંગરપુર ગામ સુભાષનગર – ૨ને રૂપિયા ૫૨૫૦ની રોકડ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:59 AM IST)