<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

કચ્છના રાપરમાં ઝઘડતા આખલાઓની હડફેટે વ્યાપારી અગ્રણી અને લોહાણા મહાજનના ઉપ પ્રમુખ વસંતભાઈ ઠક્કરનુ અરેરાટીભર્યું મોત

રાપરમાં જ બે મહિનામાં રખડતા ઢોરોએ ત્રણ જણનો ભોગ લીધો : વસંતભાઈ ઠક્કર ખુબ ધાર્મિક પ્રવૃત્તિ અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૭ : રાપર શહેરમા નગરપાલિકાના પાપે રખડતા ઢોરો નો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. છેલ્લા બે મહિનામા ત્રણ લોકો ના મોત આંખલા ના ઝગડા મા થયા છે. રાપરના અયોધ્યાપુરી ચકરા પાસે ત્રણ આખલાના ઝગડામા વ્યાપારી આગેવાન અને રાપર લોહાણા મહાજનના ઉપ પ્રમુખ વસંતભાઈ દયારામભાઇ ઠક્કર ઉર્ફે બકાભાઈ ઉ.વ.55 એ જીવ ગુમાવ્યો હતો. 

      તેઓ રાપર દરીયાસ્થાન મંદિર ના મેનેજીંગ ટ્રસ્ટી અને રાપર લોહાણા સમાજ ના માજી પ્રમુખ રસિકલાલ ઠક્કર તથા નગરપાલિકા ના માજ પ્રમુખ પ્રવિણભાઈ  ઠક્કર ના ના નાના ભાઇ અને હાલ રાપર લોહાણા સમાજ ના ઉપ પ્રમુખ તરીકે સેવાઓ આપતા હતા. બાઇક દ્વારા બજારમાં આવી રહેલા વસંતભાઈ ને આખલાઓએ અડફેટે લેતા ગંભીર ઇજાઓ થઇ હતી તેમને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે તપાસ કરવા મા આવ્યા હતા ગંભીર ઈજાઓ થઈ હોવાથી વધુ સારવાર માટે પાટણ ખસેડવામાં આવ્યા હતા જયા સારવાર દરમિયાન આજે સવારે તેમનું દુઃખ દ નિધન થયું હતું

વસંતભાઈ ઠક્કર ખુબ ધાર્મિક પ્રવૃત્તિ અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા અને તમામ સમાજના લોકો સાથે મતાવળા સ્વભાવ ધરાવતા હતા

રાપર શહેર મા રખડતા ઢોરો અને આંખલા પકડવા ની નગરપાલિકા દ્વારા નાટક કરવામાં આવે છે રાપર શહેર મા રખડતા ઢોરો અને આંખલા રાપર શહેર મા જ આવેલી એક ઢોરો નિભાવતી સંસ્થા ના છે આ સંસ્થા દ્વારા રખડતા ઢોરો અને આંખલા રાખવા મા આવતા નથી છેલ્લા બે માસ મા ત્રણ લોકો જેમાં નિવૃત્ત કર્મચારી અને આધેડ મહિલા અને આજે વસંતભાઈ આમ ત્રણ ના મોત થયા તો પચીસ જેટલા લોકો ને ઈજાઓ પહોંચાડી હશે રાપર શહેર ના તમામ સાતે સાત વોર્ડ મા રખડતા આંખલા અને ઢોરોની અંદાજે બે હજાર થી વધુ સંખ્યા છે રાપર શહેર મા રખડતા આંખલા અને ઢોરો ના લીધે લોકોના મોત અને ઇજાઓ અંગે રોષ ની લાગણી ફેલાઈ છે. (તસવીરો: મુકેશ રાજગોર, રાપર)

(1:37 PM IST)