<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

જુનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના નવરાત્રી રાસોત્સવમાં ખેલૈયાની જમાવટ

 

જુનાગઢઃ જોષીપરાના ખલીલપુર રોડ ખાતે આવેલ કૈલાશ ફાર્મ ખાતે સતત સાતમા વર્ષે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઇ જોષી, કાર્તિક ઠાકર પ્રમુખ મનિષભાઇ ત્રિવેદી અને તેની સમગ્ર ટીમ દ્વારા પરશુરામધામ નવરાત્રી રાસોત્સવનું આયોજન કરેલ છે. જેમાં સિંગર મોહિત ઘાવરી જિગીષા રેભ્યા બિંદુ ભટ્ટ સાગર પરમાર, પ્રિયાંસ મ્યુઝીક ગ્રુપના સથવારે ખેલૈયા મનમુકીને રાસોત્સવમાં ખેલી રહ્યા છે. ઉપરોકત તસ્વીરમાં કલાકારો તેમજ નવરાત્રીમાં આશિર્વચન આપતા કથાકાર ડો. મહાદેવપ્રસાદ મહેતા તેમજ નરસિંહ મહેતા યુનિ.ના કુલપતિ ચેતનભાઇ ત્રિવેદી, જયદેવભાઇ જોષી, કાર્તિક ઠાકર અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી, મનિષભાઇ ત્રિવેદી, વિપુલભાઇ જોષી, અસ્થપ પુરોહિત, મહેશભાઇ શુકલા, પી.સી. ભટ્ટ, રાગ પંડયા જીત તેરૈયા, હર્ષ રાવલ, દેવાંગ વ્યાસ, વિરેન્દ્ર જોષી, વિશાલ જોષી સહિતના પ્રોજેકટ ચેરમેન તેમજ કમલેશભાઇ ભરાડ મનોજભાઇ જોષી, લલિતભાઇ જોષી, સમીક જોષી સહિતના ખડેપગે વ્યવસ્થા સંભાળી રહ્યા છે. તે નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા)

(1:46 PM IST)