<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

જૂનાગઢ જિલ્લામાં જરૂરીયાતમંદો સન્માનપુર્વક જુના કપડા, બુટ-ચપ્પલ તથા જુના પુસ્તકો નિસંકોચપણે લઇ જઇ શકે તે હેતુસર જિલ્લામાં ઉભું કરાયેલુ સેવાકીય સ્થળ એટલે ''માનવતાની મહેક''ને જાહેર જનતા માટે ખુલ્લુ મુકતી જૂનાગઢ જિલ્લા પોલીસ

 

જૂનાગઢઃ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજાડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાનાં નેતૃત્વમાં તથા દાસારામ બિલ્ડર્સના અરવિંદભાઈ પાથર દ્વારા સમાજના જરૂરીયાતમંદો માટેનું એક કાયમી કેન્દ્ર ''માનવતાની મહેક'' લોકલ ક્રાઈમ બ્રાન્ચ જૂનાગઢની કચેરીની બાજુમાં ઉભુ ક૨વામાં આવેલ. જે ''માનવતાની મહેક''નુ મુખ્ય કાર્ય એટલે સમાજના સાધન સંપન્ન સમૃધ્ધ લોકો પાસે રહેલી વધારાની ચીજ વસ્તુઓ જેવી કે બાળકો, વૃધ્ધો કે મહિલાઓ માટેના કપડા, બુટ-ચપ્પલ કે અભ્યાસ પુર્ણ કરેલા પુસ્તકો કે સુકો નાસ્તો જેવી ચીજવસ્તુઓ આ સ્થળે મુકી જાય અને જરૂરીયાતમંદો અહીંથી સન્માન પુર્વક લઈ જઈ શકે. ઉપરાંત સમાજના સમૃધ્ધ નાગરીકો કે જેઓ પોતાના બાળકોના જન્મદિવસ કે માતા- પિતાની પુણ્યતીથીએ પણ કોઈ જરૂરીયાતમંદો માટે ઉપયોગી ચીજવસ્તુઓ મુકી શકે, જેમની પાસે છે. અને જેમની પાસે નથી એ બંન્ને વચ્ચેની કડી એટલે ''માનવતાની મહેક''

''માનવતાની મહેક''નો પ્રારંભ ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા તથા જિલ્લાના અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતીમાં જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવેલ છે.

(1:46 PM IST)