<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

મોરબીમાં પુરૂષ મિત્ર સાથે ઝઘડો થતા લીવ ઇન રિલેશનમાં રહેતી મહિલાનો આપઘાતનો પ્રયાસ

છરી વડે હાથમાં ચેકા કરી બાદમાં ટ્રક નીચે ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો : ૧૮૧ની ટીમે બચાવી કાઉન્સીલીંગ કર્યુ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૭: ૧૮૧ મહિલા હેલ્પ લાઈન પર એક વ્યકિતનો ફોન આવેલ હોય જ્રેમાં એક મહિલા આત્મ હત્યા કરવા માટે જવાનું કહેતા હોવાથી ૧૮૧ ટીમે તુરત દોડી જઈને મહિલાને સમજાવી જરૂરી કાઉન્સિલીગ કર્યું હતું.

૧૮૧ મહિલા હેલ્પલાઈન પર એક વ્યકિતનો કોલ આવેલ જેમાં જણાવેલ કે એક મહિલા આત્મહત્યાનો પ્રયાસ કરતી હોવાની માહિતી મળતા જ ૧૮૧ ટીમ કાઉન્સિલર બીના બેન ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ ખ્યાતિ બેન,પાયલોટ જીગર ભાઈ સહિતની ટીમ દોડી જઈને સ્થળ પર પહોંચતા નિરીક્ષણ કરતા જાણવા મળેલ પીડિતા બહેનના હાથમા ચેકા ના ઘા છે જેમાં બહેન ને હાથ માં ઇજા થયેલ છે જેથી ૧૦૮ મારફત પીડિતા બહેનને સારવાર માટે ખસેડવામાં આવતી હોય દરમિયાન આત્મહત્યા કરવા માગે છે ટ્રક નીચે આવી ને દેહ નો ત્યાગ કરવા માંગે છે એમ કહી ને પીડિતા બહેન એ દોટ મુકેલ રોડ પર જેથી ૧૮૧ ટીમ બહેન ની પાછળ ગયેલ અને બહેન ને આશ્વાસન આપેલ અને તેની સમસ્યા જાણવાનો પ્રયત્ન કરેલ જેમાં બહેન ને પાણી પીવડાવેલ એક જગ્યા પર બેસાડેલા જેમાં પીડિતા બહેન એ જણાવેલ તે જે વ્યકિત એ ૧૮૧ પર કોલ કરેલ તેની સાથે ૧૪ વર્ષ થયા લીવઇન રીલેશનશિપ મા રહે છે જેમાં કાલે પીડિતા બહેનના પુરુષ મિત્ર ઘરે આવેલ જેમાં લીવઇન રીલેશનમાં સાથે રહેનાર વ્યકિત એ શંકા કરતા બોલાચાલી થઇ હતી જેથી બહેન જીવન જીવવા ઇચ્છતા ના હોવાથી ચાકુ વડે હાથ માં ચેકા કરેલ અને હાલ પણ ટ્રક નીચે આવીને આત્મ હત્યા કરવા માટે દોટ મુકેલ હોય હોવાની માહિતી આપતા ૧૮૧ ટીમ પીડિતા બહેન ને આત્મા હત્યા કરવા માટે જતા રોકેલ અને તેમને સમજાવી ને બચાવેલ બહેન ને સમજાવેલ આત્મ હત્યા કરવી એ કોઈ હલ નથી અને બહેન સાથે કાઉન્સિલિંગ કરતા બહેન ના હાથમાં પાટ્ટો વાળેલ જેમાં પીડિતા બહેન ૧૦૮ ની સેવા લેવા ની ના પાડતા હોવાથી બહેન ને આત્મ હત્યા કરવા ના વિચાર ફરી થી ના આવે અને આગળ ની તબીબી સેવા તથા લોંગ કાઉન્સિલિંગ માટે મોરબી મા આવેલ સખી વન સ્ટોપ સેન્ટરમા હેન્ડો અવર કરેલ.

(2:09 PM IST)