<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th October 2024

ગીર સોમનાથ જિલ્લામાં ઇકો ઝોનનો જોરદાર વિરોધ : 45થી વધુ ગામના ખેડૂતો જોડાયા

તાલાલા માધુપુર પટેલ સમાજ ની વાડી ખાતે ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ખેડૂતોનું મહાસંમેલન યોજાયું પુજાભાઈ વંશ દ્વારા ખેડૂતોને કોંગ્રેસનું સમર્થન જાહેર કર્યું

કેન્દ્ર સરકાર દ્વારા ઇકોસીનસીટીવ ઝોન નું પ્રાથમિક જાહેરનામું બહાર પાડતા ની સાથે જ સતત તેના વિરુદ્ધના શૂર ઉઠી રહ્યા છે ગીર સોમનાથ જિલ્લામાં પણ સેલા ઘણા સમયથી ઇકોનો સતત અને સતત વિરોધ થઈ રહ્યો છે આજે તાલાલા માધુપુર પટેલ સમાજ ની વાડી ખાતે ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ખેડૂતોનું મહાસંમેલન યોજાયું હતું.

આ સંમેલનમાં તાલાલા તાલુકાને કાયમી ઇકો સેન્સેટિવ ઝોનમાંથી મુક્ત રાખવાની માગણી સાથે ખેડૂતોએ રોસ વ્યક્ત કર્યો હતો. આ સંમેલનમાં તાલાલા તાલુકાના 45 થી વધુ ગામોના ખેડૂતો જોડાયા હતા.

આ તકે ઉનાના પૂર્વ ધારાસભ્ય પુજાભાઈ વંશે જણાવ્યું હતું કે ઇકો જોનથી આવનારા સમયમાં ખેડૂતોને ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેમજ સરકાર દ્વારા જે 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે તેમાં ખૂબ મોટા પ્રમાણમાં વાંધા અરજીઓ આ વિસ્તારમાંથી રજૂ થાય. અને આ વિસ્તારમાંથી ઇકોસેટીવ ઝોન સંપૂર્ણપણે નાબૂદ થાય તેવી ખેડૂતોની માંગ છે તેમજ પુજાભાઈ વંશ દ્વારા ખેડૂતોને કોંગ્રેસનું સમર્થન જાહેર કર્યું હતું.

(12:55 AM IST)