<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

ભાવનગરમાં ફલેટમાં ચાલતુ કુટણખાનુ ઝડપાયું: મહિલા સહિત ૪ની ધરપકડ

ભાવનગર તા.૯: ભાવનગર શહેરના વાઘાવાડી રોડ શાહનિકેતન ફલેટ ભમાં ચાલતું કુટણખાનું ઝડપી પોલીસે એક મહિલા સહિત ચારને ઝડપી લીધા હતા.

થતી માહિતી મુજબ  ભાવનગર એસ.ઓ.જી. પોલીસને ખાનગી બાતમી આધારે ભાવનગર શહેરના રાધામંદિર પાસે આવેલ શાહનિકેતન સોસાયટી કે જ્‍યાં મોટી સંખ્‍યામા સીનીયર સીટીઝન વસતા હોય તેવામાં ઘર ભાડેથી લઇને ભાડાના મકાનમાં રેઇડ કરતા ત્રણ ભોગ બનાર સાથે ત્રણ ગ્રાહક આરોપી તથા એક દેહ વ્‍યાપાર કરાવતી મહિલા સહિત કુલ ૪ આરોપીઓને રોકડા ૪૦૫૦/- તથા મોબાઇલ નંગ-૩  તથા દેહ વ્‍યાપાર માટે વપરાતા નિરોધના પેકેટ  એમ કુલ કિ.રૂા.૧૯,૦૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી અનૈતીક દેહ વ્‍યાપાર અધિનિયમ ની કલમ હેઠળ દિવ્‍યેશભાઈ નગીનદાસ પટેલ ઉ.વ.૩૩ રહે.પ્‍લોટ ન ૩૦ સાઇ દર્શન પાર્ક સુભાષનગર ભાવનગર, સોહિલભાઇ ઇસુફભાઇ શીદીક ઉ.વ.૨૮ રહે.વડવા તલાવડી સાબુવાળો ખાંચો ભાવનગર,ચિરાગભાઇ નવનીતભાઇ ગોહિલ ઉ.વ.૩૦ રહે.લાખાજીનગર કળષ્‍ણપરા ગૌ શાળા ઘોઘારોડ ભાવનગરતથા ગ્રાહકો બોલાવી દહે વ્‍યાપાર કરાવતી એક મહીલા સહિત ચારને ઝડપી લીધા હતા.

દરોડા ની આ કામગીરી માં નાયબ પોલીસ અધિક્ષક આર વી ડામોર, એસ ઓ જી પોલીસ ઇન્‍સપેકટર  ડી.યુ. સુનેસરા ના માર્ગદર્શન હેઠળ તથા એએસઆઇ વી.જે. ચૌહાણ. ગુલમહમદભાઈ કોઠારીયા, મિતેષભાઇ જોષી. મહાવીરસિંહ ગોહિલ વિજયસિંહ ગોહિલ તથા પો.કોન્‍સ મિનાઝભાઇ ગોરી. ધર્મદિપસિંહ જાડેજા, હરપાલસિંહ ગોહિલ તથા મહિલા પો કોન્‍સ ભારતીબેન ચાવડા તથા ડ્રા પો કોન્‍સ સુરેન્‍દ્રસિંહ ગોહિલ જોડાયા હતા.

(10:16 AM IST)