<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

બાળકોમાં સારા સંસ્‍કારનું સિંચન માતા-પિતાની જવાબદારીઃ પુ.રમેશભાઇ ઓઝા

પોરબંદર સાંદીપનિમાં શ્રી હરિ મંદિરના સાનિધ્‍યમાં છઠ્ઠા નોરતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો ‘‘પુ.ભાઇશ્રી''ના સાનિધ્‍યમાં યોજાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૯: પોરબંદરના સાંદીપનિમાં ૪૩માશારદીય નવરાત્રિ અનુષ્ઠાન પ્રસંગે પ્રતિદિન મુજબ આજે છઠ્ઠા નોરતે પૂજ્‍ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા અને મનોરથી પરિવાર દ્વારા મા મહિષાસુરમર્દિની માતાની પૂજન-અર્ચન, કુમારિકા પૂજન તથા પોથીપૂજા અને ઋષિકુમારો દ્વારા વેદગાન સાથે શ્રીરામ ચરિત માનસના સંગીતમય પારાયણનો પ્રારંભ થયો છે.

શ્રીરામ ચરિતમાનસગાનના પ્રારંભ પૂર્વે પૂજ્‍ય ભાઈશ્રી પુ.રમેશભાઇ ઓઝાએ ઉદ્વોધન આપતા જણાવ્‍યું કે આજે શ્રીરામચરિત માનસપાઠનો છઠ્ઠો દિવસ મા કાત્‍યાયનીની આરાધનાનો દિવસ. શ્રીમદ ભાગવતમાં પણ દસમાં સ્‍કંદમાં વ્‍યાસજી દ્વારા માં કાત્‍યાયનીનો ઉલ્લેખ પણ વાંચીએ છીએ, સાંભળીએ છીએ. માંના જે સ્‍વરૂપની પૂજા નંદવ્રજકુમારીઓએ કરી પરામ્‍બા માં ભગવતીની સ્‍તુતિ કરી છે આ જ કરને પુષ્ટિ પરંપરામાં માં ભગવતીની આરાધનાનું મહત્ત્વ છે. શ્રીકળષ્‍ણના ચરણોમાં અમારો અનુરાગ થાય, શ્રીકળષ્‍ણ અમને પતિ સ્‍વરૂપમાં પ્રાપ્ત થાઓ. આપણે માં કાત્‍યાયની પાસે કામના કરી શકીએ કે અને શ્રીકળષ્‍ણ કળપા કરીને અમારું વરણ કરે. સ્‍કંદમાતા સ્‍વરૂપે માત્ર સંતાનને જન્‍મ આપી, પોષણ આપી મોટા કરવા, એટલું જ કામ નથી. ત્‍યાં કર્તવ્‍ય પૂરું નથી થઇ જતું. કે બાળકોની સારું શિક્ષણ હોય, તેઓને સારું રહેવાનું, જમવાની સારી સુવિધા હોય,બાળકોના જીવનમાં સારી વસ્‍તુઓ લાવીએ એ માતા-પિતા તરીકે સારી વાત છે. ચિંતા કરવી જ જોઈએ. માતા-પિતા બનવું તે એક મોટી જવાબદારી છે, પરંતુ તે પછી, મહત્‍વની વાત એ છે કે તે બાળકોમાં તમામ પ્રકારના સદ્‌સંસ્‍કારનું સિંચન થાય, ધર્મમાં એની પ્રીતિ થાય,  દેવી ભગવતીમાં શ્રદ્ધા બને અને એ ભગવાન પ્રત્‍યે ઉન્‍મુખ થાય. તેથી જ આપણા ઘરોમાં મંદિરો રાખવામાં આવે છે, દરરોજ પૂજા કરવામાં આવે છે, આપણે પણ બાળપણથી જ બાળકોમાં આ સંસ્‍કારો કેળવીએ છીએ, કહીએ છીએ કે પ્રણામ કરો.  અને આ જ કારણ છે કે ઘણા બાળકોમાં નાનપણથી જ આ સંસ્‍કારો આપણામાં જોવા મળે છે, ઘણા બાળકોની પોતાના બાળકળષ્‍ણની સેવા હોય છે.  કારણ કે ઘરના એવા સંસ્‍કાર છે. તો આ માં કાત્‍યાયનીની કળપા છે કે એ કુમારાવસ્‍થાથી જ જયારે જીવનમાં થોડી સમજદારી આવે ત્‍યારથી આ સંસ્‍કારો રોપીએ.., ભગવદ અભિમુખ કરીએ..આ કથા કાલી છે, કયાંક કરાલકાલીકા છે, કયાંક વરદાયયિકા કાત્‍યાયની છે. અને એમનાથી એ જ માંગીએ કે અમને પ્રભુના ચરણોમાં અનુરાગ થાય.

 સાંદીપનિમાં શારદીય નવરાત્ર અનુષ્ઠાન અંતર્ગત છઠ્ઠા નોરતે પ્રથમવાર માં કરુણામયી માતાજીની રથયાત્રા સંપન્ન થઇ હતી. શ્રીહરિ મંદિરમાં સાયં આરતી તથા માં મહિષાસુરમર્દિની માતાજીની સાયં આરતી પછી માં કરુણામયી માતાજીની ઉત્‍સવ મૂર્તિનું પંચોપચાર પૂજન કરીને માતાજીને સુંદર મજાના તૈયાર કરેલા શણગારેલા રથમાં પધરાવ્‍યા હતા. આ અવસરે સાંદીપનિમાં ગજરાજ (હાથી) પણ આવેલા હોય ગજરાજની આગેવાનીમાં મંત્રોચ્‍ચાર અને જયજયકાર સાથે પૂજ્‍ય ભાઈશ્રી દ્વારા માતાજીની રથયાત્રાનો પ્રારંભ થયો હતો. પૂજ્‍ય ભાઈશ્રી, શ્રીમદ ભાગવત કથાના વક્‍તા પૂજ્‍ય શ્રીધરાચાર્યાજી મહારાજ, ઋષિકુમારો તથા અનેક ભાવિકોએ સંકીર્તન સાથે કરુણામયી માતાજીના રથની શ્રીહરિ મંદિરની પરિક્રમા કરાવીને રથયાત્રા સંપન્ન કરાઈ હતી. રથયાત્રાના સમાપનમાં પૂજ્‍ય ભાઈશ્રી દ્વારા કરુણામયી માતાજીની આરતી સંપન્ન કરવામાં આવી હતી. આ મંગલમય અવસરનો અનેક ભાવિકોએ લાભ લીધો હતો.(તસ્‍વીરઃ મુકેશ વાઘેલા- જુનાગઢ)

(11:20 AM IST)