તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 9th October 2024
જેતલસર પાસેની ધવલ ઇન્ટરનેશનલ સ્કુલમાં રાસોત્સવ

જેતલસરઃ ધવલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અશોકા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે ૪૦૦૦ જેટલાં ખેલૈયાઓ ગરબાના તાલે ઝુમી ઉઠયા હતા. આયોજનમાં તાલુકાના દરેક ગામોના સરપંચે હાજરી આપી ખેલૈયાઓનો જુસ્સો વધાર્યો હતો. જેતલસર ધવલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં નવરાત્રીના નવલા નોરતા નિમિતે આશોકા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેકોર્ડ બ્રેક ૪૦૦૦ ખેલૈયાઓ તથા નજીકના ગામના સરપંચો ભૂતપૂર્વ જેતપુર માર્કેટિંગ યાર્ડના પ્રમુખ અને હાલ જિલ્લા સહકારી સંઘના પ્રમુખ દિનેશભાઇ ભુવા તથા અનેક નામી લોકોએ હાજરી આપી દીપ પ્રાગટય કરી મા જગદંબાની આરતી ઉતારી હતી. ૪૦૦૦ જેટલાં ખેલૈયાઓ ગરબાના તાલે ઝુમી ઉઠયા હતા. જેમાં વેલ ડ્રેસર વેલ પર્ફોર્મ કરનારને સ્ટેજ પરથી અવનવની મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્કૂલના ટ્રસ્ટી દિનેશભાઇ ભુવાએ જણાવ્યું હતું કે આયોજનમાં કોઇ દુર્ઘટના ના બને તે માટે સિકયુરિટીનો લોખંડી પહેરો તૈનાત કરવામાં આવ્યો હતો. અને દરેક આવતા મહેમાનોનું ભાવ ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. (તસ્વીર-અહેવાલઃ કુલદિપ જોશી-જેતલસર)
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
