તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Wednesday, 9th October 2024
મોરબી વીશી હાઇસ્કુલમાં મારામારી : મશ્કરી ન કરવા બાબતે અંકિતને ભાઇઓએ માર માર્યો
ઇજાગ્રસ્ત અંકિત અઘારાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૯ : મોરબીની વીશી હાઈસ્કુલમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ વચ્ચે મારામારી થઇ હતી જેમાં એકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના રફાળેશ્વર ગામે રહેતા અશોકભાઈ જેશીંગભાઈ અધારા એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે એક તેના બે દીકરા છે. જેમાં વિશાલ અને અંકિત બંને વીશી હાઈસ્કુલમાં ધોરણ ૧૧ માં અભ્યાસ કરે છે ગત તા. ૮ ના રોજ અશોકભાઈ કારખાને કામે ગયા હોય દરમિયાન વીશી હાઈસ્કુલમાંથી ફોન આવેલ અને જણાવેલ હતું કે તમારા દીકરા અંકિતને માથામાં લાગેલ છે જેથી સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઇ જઈ છીએ જેથી અશોકભાઈ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.જયાં બનાવ અંગે અંકિતને પૂછતા તેને જણાવેલ હતું કે અંકિત અને તેનો મિત્ર પ્રકાશ બંને રિશેષના સમય દરમિયાન સીડી પરથી નીચે ઉતરતા હોય ત્યારે ધ્રુવ સોમાણી જે વીશી હાઈસ્કુલમાં જ અભ્યાસ કરે છે જેને કહેલ કે તું પ્રકાશની મશ્કરી ના કરતો અને તેની સાથે બોલતો નથી તેમ કહી બોલાચાલી કરી ગાળો આપેલ અને ઢીકા પાટુનો માર મારેલ દરમિયાન ધ્રુવ સોમાણી નો ભાઈ મેહુલ સોમાણી આવેલજે પણ વીશી હાઈસ્કુલમાં ધોરણ ૧૧ માં અભ્યાસ કરે છે તેને પોતાના હાથમાં પહેરલ કડું વાસામાં મારેલ બાદમાં બંને એ ગાળો આપી માર મારી ધ્રુવે હાથમાં પહેરેલ કડું અંકિતના કપાળે મારતા બીજા વિધાર્થીઓએ છોડાવતા અંકિતને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
