<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

ગોંડલમાં નદી કિનારે ખાડામાંથી દટાયેલો નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્‍યો

કોઇએ પાપ છુપાવવા કૃત્‍ય કર્યુ કે બીજુકંઇ ? પોલીસે તપાસ હાથ ધરી

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.,૯: ગોંડલની નદી કિનારે ખાડામાં દટાયેલો નવજાત શિશુનો  મળતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. કોઈ એ અવૈધ સબંધમાં પાપ છુપાવવા નવજાત શિશુને દાટી દઇ કળત્‍ય કર્યુ કે બીજી કોઈ કહાની છે તે અંગે પોલીસે તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે.સિવિલ હોસ્‍પિટલ સામે નદીનાં કિનારે ખાડા માં દટાયેલી હાલત નો વિડીયો   સોશ્‍યલ મીડિયામાં વાઇરલ થતા સમગ્ર બનાવ સામે આવ્‍યો હતા. શિવમ સાર્વજનિક ટ્રસ્‍ટના દિનેશભાઇ માધડને વાઇરલ વિડીઓની જાણ થતાં તેમણે પોલીસને જાણ કરતા એ ડિવિઝન પી.આઈ એ.સી. ડામોર સહિત સ્‍ટાફ ઘટના સ્‍થળે પહોંચ્‍યો હતો.

પોલીસે ખાડામાં દાટી દીધેલ નવજાત શિશુનો મળતદેહ બહાર  કાઢી  સિવિલ હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યો હતો. અધુરા માસે જન્‍મેલા નવજાત શિશુને ખાડો ખોદી દાટી દેવાયુ હતુ.કોઇ પ્રસુતાને અધુરા માસે બાળકનો જન્‍મ થયા બાદ તેને અજ્ઞાનતાથી નદી કાંઠે દફનાવાયું છે કે પાપ છુપાવવા કળત્‍ય કરાયુ તે અંગે સમગ્ર બનાવને લઈને ગોંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:46 AM IST)