News of Wednesday, 9th October 2024
વાંકાનેરના પંચાસર ગામે ૪૦૦ મણ ડુંગળી ચોરી વેચી નાખનાર ત્રિપુટી પકડાઇ
ટ્રક અને ડુંગળી વેચાણના ૩.૧૧ લાખની રોકડ રકમ કબ્જે કરાઇ

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. ૯ :.. વાંકાનેર તાલુકાના પંચાસર ગામની સીમમાં આવેલ કુકડા કેન્દ્રમાંથી ૪૦૦ મણ ડુંગળીની ચોરી કરનાર ત્રિપૂટીને પોલીસે ઝડપી લીધી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પંચાસર ગામની સીમમાં આવેલ કુકડા કેન્દ્રમાં ખેડૂત ઇમરાન રસુલભાઈ ભોરણીયા દ્વારા અંદાજે ૪૦૦ મણ જેટલી ડુંગળીનો જથ્થાનો સંગ્રહ કરવામાં આવ્યો, હોય જે ડુંગળીના જથ્થાને આરોપી (૧). સબીરહુસેન અબ્દુલભાઈ સરસીયા(રહે. પંચાસર), (૨). જાબીર સાજીભાઈ બાદી (રહે. પાંચદ્વારકા) અને (૩). નઝરૂદ્દીનભાઈ અલીભાઈ બાદી (રહે. મહીકા) દ્વારા ગત શુક્રવાર રાત્રીના ટ્રકમાં ભરી ચોરી કરી રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં વેંચાણ કરેલ હોય, જે ત્રણેય આરોપીઓને પોલીસે ચોક્કસ ખાનગી બાતમીને આધારે ઝડપી ડુંગળીના વેચાણની રોકડ રકમ રૂ. ૩,૧૧,૭૩૦, એક ડુંગળીનો કટ્ટો તથા અશોક લેલન્ડ ટ્રક ન. GJ ૩૬ વ્ ૫૮૧૬ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં પીઆઇ એચ. વી. ઘેલા, એએસઆઇ જનકભાઈ પટેલ, હેડ કો. મુકેશભાઈ ચાવડા, વિરેન્દ્રસિંહ ઝાલા, હરદિપસિંહ ઝાલા, વનરાજસિંહ ઝાલા, કો. ધર્મરાજભાઈ ગઢવી, તાહજુદ્દીનભાઈ શેરસીયા, દર્શિતભાઈ વ્યાસ, દિનેશભાઈ સોલંકી, માલાભાઈ ગાંગીયા, ભરતભાઈ દલસાણીયા, હીતેન્દ્રસિંહ ઝાલા સહિતના રોકાયા હતા.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
