<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

લતીપર નજીક બે બાઇક સામ સામે અથડતાં સિંચાઇ વિભાગના નિવૃત કર્મચારી બાબુભાઇ ડાંગરનું મૃત્‍યુ

રાતે વાડીએથી ઘરે જતાં હતાં ત્‍યારે પીઠડના રસ્‍તે અકસ્‍માત નડયોઃ રાજકોટ હોસ્‍પિટલમાં દમ તોડતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૯: ધ્રોલના લતીપર નજીક પીઠડના રસ્‍તે બે બાઇક સામ સામે અથડાતાં લતીપર રહેતાં સિંચાઇ વિભાગના નિવૃત કર્મચારીનું ગંભીર ઇજા થતાં મૃત્‍યુ થયું છે.

જાણવા મળ્‍યા મુજબ લતીપર રહેતાં બાબુભાઇ રણમલભાઇ ડાંગર (ઉ.વ.૬૪) ગત રાતે અગિયારેક વાગ્‍યે પીઠડ ગામ નજીક આવેલી પોતાની વાડીએથી મોટર સાઇકલ હંકારી લતીપર ઘરે જતા હતાં ત્‍યારે રસ્‍તામાં પીઠડના રસ્‍તે કેનાલ નજીક સામેથી એમપી પાસીંગનું બીજુ બાઇક અથડાતાં બાબુભાઇ ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચે ધ્રોલ પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર બાબુભાઇ સિંચાઇ વિભાગના નિવૃત કર્મચારી હતાં. તેમને સંતાનમાં એક પુત્રી અને ત્રણ પુત્ર છે. પોતે ચાર ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. (

(11:47 AM IST)