<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

કોટડા સાંગાણીના ૨૩ વર્ષના અર્જુનની પચાસ ફુટ ઉંડી ખાણમાંથી લાશ મળી

૭મીએ શિકાર કરવા નીકળ્‍યા બાદ પરિવારજનો શોધખોળ કરતાં હતાં મૃતદેહ મળ્‍યોઃ અકસ્‍માતે ડુબી ગયાનું તારણ

રાજકોટ તા. ૯: કોટડાસાંગાણીમાં રહેતો દેવીપુજક યુવાન સાતમીએ ઘરેથી પોતે શિકાર કરવા જાય છે તેમ કહીને નીકળ્‍યા બાદ પરત ન આવતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન તેની લાશ ખોખરી રોડ પર આવેલી પચાસેક ફુટ ઉંડી ખાણમાંથી મળી આવતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

ગત સાંજે ખોખરી રોડ પર ખાણમાં પાણીમાં એક યુવાનની લાશ તરતી હોવાની જાણ થતાં કોટડાસાંગાણી પોલીસે પહોંચી તપાસ કરી હતી અને મૃતદેહ બહાર કઢાવી પંચનામુ કરી પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો હતો. આ યુવાનની ઓળખ મેળવવા તપાસ શરૂ થતાં કોટડાસાંગાણીમાં રહેતો અર્જુન સવશીભાઇ વાઘેલા (ઉ.વ.૨૩) ગૂમ હોવાની જાણ થતાં પોલીસે તેના પરિવારજનોને બોલાવી મૃતદેહ બતાવતાં આ મૃતદેહ અર્જુનનો જ હોવાનું સ્‍પષ્‍ટ થયું હતું.

મૃત્‍યુ પામનાર અર્જુન પાંચ ભાઇ અને એક બહેનમાં વચેટ હતો અને છુટક મજૂરી કરતો હતો. શિકાર કરવા નીકળ્‍યો ત્‍યારે અકસ્‍માતે ખાણમાં પડી જતાં ડૂબી જવાથી મૃત્‍યુ થયાનું પોલીસે તારણ કાઢી તપાસ યથાવત રાખી હતી.

(11:53 AM IST)