તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 9th October 2024
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં દરિયામાં પ્રદુષણથી દરિયાઇ જીવસૃષ્ટિને માઠી અસર?
મહાકાય કાચબા, સમુદ્ર ફુલ, સ્ટાર ફીશ જેવી જીવસૃષ્ટી ઉપર જોખમ સર્જતા ચિંતા

દ્વારાકા જિલ્લાના ૩૦૦ થી વધુ કિલો મીટર લાંબા દરિયામાં ખાનગી કંપનીઓના પ્રદુષણથી દરીયાઇ જીવ સૃષ્ટિને ખૂબ માઠી અસર થઇ છે. તસ્વીરમાં જીવસૃષ્ટી નજરે પડે છે. (તસ્વીર - કૌશલ સવજાણી-ખંભાળીયા)
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૯: દ્વારકા જીલ્લાના દરીયામાં પ્રદુષીત પાણી ઠલવાતા દરીયાઇ જીવસૃષ્ટિને માઠી અસર થતા ત્રણસો કી.મી. જેટલો લાંબો દરીયા કાંઠો દ્વારકા જીલ્લામાં આવેલો છે. જેમાં અત્યંત પ્રસિધ્ધ તથા ખુબ જ વ્યાપક જોવા મળતા જળચરો તથા વનસ્પતી ઓછા થઇ ગયા છે. તથા કંપની નજીકના વિભાગોમાં કેટલાક સ્થળે કંપનીના વપરાશનું પાણી ગરમ દરીયામાં ફેંકાતુ હોવાનું પણ કહેવાય છે. જેથી તેની નજીક કિલોમીટરોની વિસ્તારમા઼ દરીયાઇ જીવ સૃષ્ટિનો સફાયો થઇ ગયો છે તો દરીયાઇ વનસ્પતી પણ નાશ થતી જાય છે.
દ્વારકાના દરીયામાં વિશાળ કાય કાચબા કે જેના પર માણસ બેસી જાય તેવડા મોટા કાચબા વાડીનાર અને દ્વારકા હર્ષદ સહીત અનેક વિસ્તારોમાં વ્યાપક જોવા મળતા હતા તે પ્રદુષણથી અત્યંત ઓછા થઇ ગયા છે તો માછીમારોની જાળમાં ફસાઇને પછી શ્વાસ લેવા પાણીમાં ઉપરના નિકળતા મૃત્યુ પામે છે. તો આ વિસ્તારમાં માંસાહારી સમુદ્ર કુલ કે જે નાની માછલીઓનો શીકાર કરતુ અદભુત ઝાડ છે તે પણ નામશેષ થઇ ગયું છે તો અનેક પ્રકારના કરચલા કે જે માણસ કરડે નહી તેવા તથા સ્ટાર ફીશ માછલીની સંખ્યા પણ ઘટી છે.
આ ઉપરાંત ડોલ્ફીન માછલી તથા ફકરફીશ જેવી માછલીની જાતો પણ અત્યંત ઓછી થવા લાગી છ.ે એક સમયે દ્વારકા જિલ્લા પટવાળાના ખડકોથી પ્રખ્યાત હતો તે પણ હવે પ્રદુષિત પાણીથી ઓછા થવા લાગ્યા છે તો અત્યંત ઝેરી દરીયાઇ સાપ પણ હવે ઓછા થઇ ગયા છે.
હાલારના પ્રસિધ્ધ ટાપુઓ પીરોટન, વાડીનાર નરાટા, દ્વારકા બેટ, પોલીસા, હર્ષદ સહિતના વિસ્તારોમાં પહેલા જે દરિયાઇ જળયશો અને જીવસૃષ્ટિ અને દરિયાઇ વનસ્પતિનઓનો વ્યાપક ફેલાવો હતો તે હવે ઘટવા માંડયું છે જે ચિંતાજનક છે તથા પ્રકૃતિ પ્રેમીઓ માટે આઘાતજનક છે ત્યારે વિકાસ અનિવાર્ય છે પણ આવો વિનશકારી વિકાસ ના થાય તથા કંપનીઓ નિયમોના પાલન સાથે વિકાસ કરે તે પણ જરૂરી હોય તાકીદે યોગ્ય પગલા નહીં થાય તો દરિયાઇ જીવ સૃષ્ટિ ‘રાગ' જેવી બની જાય તો નવાઇ નહીં..!!
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
