<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

સુત્રાપાડામાં ડો.ભરત બારડ શૈક્ષણિક સંકુલમાં ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન

સુત્રાપાડાઃ જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત તેમજ ગીરસોમનાથ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના માર્ગદર્શન હેઠળ ડો.ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલમાં તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરન પ્રદર્શન (વિજ્ઞાન મેળો) યોજવામાં આવેલ જેમનો શુભારંભ ગુજરાત રાજ્‍યના પૂર્વ કેબિનેટ મંત્રી અને ડો.ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલના ણેતા જશાભાઈ બારડના વરદ હસ્‍તે કરવામાં આવેલ. સુત્રાપાડા તાલુકામાં આવેલ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓમાંથી ૨૭ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓમાંથી બાલ વૈજ્ઞાનિકો અને તેના માર્ગદર્શક શિક્ષકો પોતાની કળતિ લઈ આવેલા. જેમાં ૫ વિભાગો માં ૨૧ કળતિઓ વિધ્‍યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ. જેઓ શાળા કક્ષાએ પ્રથમ પસંદગી પામેલ જેમાંથી પ્રથમ કક્ષા એ પસંદગી પામેલ કળતિઓ જિલ્લા કક્ષાએ અને ત્‍યારબાદ રાજ્‍ય કક્ષાએ ભાગ લેવા માટે જસે.   આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડે જણાવેલ કે આજના આ બાળ વૈજ્ઞાનિકો એ દેશનું ભવિષ્‍ય છે જેઓ નાની વયથી વિજ્ઞાન અને ટેકનોલોજિનો વિકાસ કરી ભારત દેશ ને એક વિકસિત દેશ બનાવસે તેવી આશા વ્‍યકત કરેલ હતી  સુત્રાપાડા.PI.એમ.જી. પટેલ, તથા વી. એમ. પંપાણિયા, પ્રા. આચાર્ય ગીરસોમનાથ, મારખી, રાખેજ માધ્‍યમિક શાળા આચાર્ય, ગીરસોમનાથ જિલ્લા અધિકારી કચેરી માંથી એ. ઇ. આઈ. મોરી સાહેબ અને વાળા સાહેબ, SVS કન્‍વીનર જોશી સાહેબ, કોલેજના આચાર્ય પાઠક સાહેબ, QDC કન્‍વીનર ચાવડા સાહેબ,ભાવસિંહભાઈ ડોડીયા,  માધ્‍યમિક શિક્ષણ સંઘના પ્રમુખ હરેશભાઈ મોરી, પિયુષભાઇ કાછેલા ઉપરાંત દરેક શાળામાંથી આવેલ માર્ગદર્શક શિક્ષકો અને બાળ વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા. (તસ્‍વીર-અહેવાલઃ રામસિંહ મોરી-સુત્રાપાડા)

(12:05 PM IST)