<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

ગુજરાતના રાજ્ય પ્રાદેશિક નગરપાલિકા નિયામક ખંભાળિયા પાલિકાની આકસ્મિક મુલાકાતે ચેકિંગમાં આવતા ભારે દોડધામ

સફાઈ કામદારોનું આંદોલન તોળાઈ રહ્યું છે તેવા સમયે મુલાકાત લઈને જુદા-જુદા વિસ્તારોનુ પણ નિરીક્ષણ કર્યું

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૯ :ગુજરાતના રાજ્ય પ્રાદેશિક નગરપાલિકા નિયામક શ્રી જાની આજે ખંભાળિયા નગરપાલિકાની  આકસ્મિક મુલાકાતે ચેકિંગમાં આવતા ભારે દોડધામ મચી ગઈ હતી.

          આજે સવારે આવેલા શ્રી જાનીએ શહેરના કેટલાક રસ્તાઓ તથા પાલિકાના કેટલાક વિસ્તારોની મુલાકાત લીધી હતી તથા નગરપાલિકા કચેરીએ ચીફ ઓફિસર તથા ઇજનેર વિગેરે સાથે પણ મુલાકાત ગોઠવાઈ હતી.

          હાલ સફાઈ કામદારોનું આંદોલન તોળાઈ રહ્યું છે નગરપાલિકાની આર્થિક સ્થિતિ તળિયા ઝાટક છે તથા રસ્તાની નબળી ગુણવત્તા અંગેની ફરિયાદો છે ત્યારે પ્રાદેશિક નિયામકની આ મુલાકાત બાબતે ચર્ચા જાગી છે.

(12:50 PM IST)