<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

રાજકોટની પ્રાચીન નવદુર્ગા ગરબી મંડળનું અનોખુ આકર્ષણ

જુનાગઢઃ રાજકોટ કોટેચા ચોક ખાતે આવેલ ૩૪ વર્ષ જુની પ્રાચીન નવદુર્ગા ગરબીમાં અવનવા રાસ બાળાઓ રજુ કરી અનોખુ આકર્ષણ જમાવ્‍યું છે. આ ગરબીમાં પ્રખ્‍યાત લોક ગાયિકા ડો. વર્ષા મહેતા પોતાની આગવી શૈલીમાં ગીતો રજુ કરી રહ્યા છે. આ ગરબી મંડળની ધારાસભ્‍ય દર્શિતાબેન શાહ હાસ્‍ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા સહીતના મુલાકાત લઇ બાળાઓને પ્રોત્‍સાહીત કરી રહ્યા છે. આ ગરબીના આયોજનને સફળ બનાવવા પ્રમુખ કાનાભાઇ ચૌહાણ દિગુભા જાડેજા, હરિભાઇ સહિતના કાર્યકર્તા જહેમત ઉઠાવી રહ્યા છે. આ ગરબી મંડળના પ્રમુખનું ત્રિમુર્તિના મહંતશ્રી એ ફુલહાર પહેરાવી સન્‍માન કર્યું હતું. આ સાડાત્રણ દાયકા જુની પ્રાચીન ગરબીની બાળાઓ વિવિધ પ્રકારના રાસ ગરબા રજુ કરી અનોખુ આકર્ષણ જમાવેલ છે. (અહેવાલ-વિનુ જોશી તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:32 PM IST)