તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 9th October 2024
જામનગરમાં એકમાત્ર શાષાીય સાદગી સભર ગરબીમાં ૮૦ વર્ષથી પરંપરા જાળવી રાખી
આજના આધુનિક યુગમાં પણ ડી.જે., લાઉડ સ્પીકર કે ઇલેકટ્રોનિક ઉપકરણો વગર માતાજીની આરાધનામાં હાર્મોનિયમ અને તબલાના તાલનો ઉપયોગ

સમગ્ર ભારતમાં એકમાત્ર છેલ્લા ૮૦ વર્ષથી જામનગરમાં કોઇપણ જાતના લાઉડ સ્પીકર વગર આજે પણ શાષાીય સંગીત આધારિત ગરબી ચાલી રહી છે, જે નિહાળવી પણ એક લ્હાવો છે. (તસ્વીરો : કિંજલ કારસરીયા, જામનગર)
જામનગર તા ૯ : આખા ભારતમાં એકમાત્ર છોટી કાશી ગણાતા જામનગરમાં છેલ્લા ૮૦ વર્ષથી પરંપરાગત રીતે શાષાીય સંગીત આધારિત ગરબી યોજાય છે. શહેરના બર્ધન ચોક વિસ્તારમાં આવેલ કંસારાની શેરી તરીકે ઓળખાતા વિસ્તારમાં શ્રી મહાકાળી માતાજીના સાનિધ્યમાં યોજાતી આ ગરબીની વિશેષતા એ છે કે, આજના આધુનિક યુગમાં ડી.જે. કે લાઉડ સ્પીકર જેવા કોઇ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો વગર માત્ર માતાજીની આરાધના કરવા માટે હાર્મોનિયમ અને તબલાના તાલે શાષાીય ગીતોથી જ માતાજીની આરાધના કરવામાં આવે છે.
ડીજે અને લાઉડ સ્પીકરના આધુનિક ઉપકરણોના જમાનામાં નવરાત્રીનો તહેવાર સૌ કોઈ ધામધૂમથી ઉજવી રહ્યા છે. ત્યારે પ્રાચીન વારસો વિસરાઈ રહ્યો છે. કારણ કે, હાલ ડીજેના તાલે અને મ્યુઝિક સિસ્ટમ પર હવે ગરબાનું આયોજન થાય છે. પહેલા જે રીતે પ્રાચીન ગરબીઓ યોજાતી હતી તે હવે ભાગ્યે જ કયાંય જોવા મળતી હશે, પણ જામનગરમાં આજે પણ મારું શ્રી મારુ કંસારા વલ્લભી સંપ્રદાય જ્ઞાતિ આયોજિત શ્રી મહાકાલી માતાજી ગરબી મંડળ દ્વારા પ્રાચીન રીતે શાષાીય સંગીત અને રાગ આધારિત એકમાત્ર ભારતભરમાં ગરબી યોજવામાં આવી રહી છે. જેને નિહાળવી પણ એક લ્હાવો છે.
જામનગર શહેરના માંડવી ટાવર, બર્ધન ચોક વિસ્તારમાં શ્રી મારૂ કંસારા વલ્લભી સંપ્રદાય જ્ઞાતિ દ્વારા શ્રી મહાકાળી માતાજીના મંદિરના આંગણામાં આ ગરબી રમવામાં આવે છે. તેમ મહેશભાઈએ અમારા પ્રતિનિધિ મુકુંદ બદિયાણીને જણાવ્યું હતું અને કહ્યું હતું કે, છેલ્લા ૮૦ વર્ષથી શાષાીય રાગ અને સંગીત પર આ ગરબી યોજાય છે. જેમાં એક પણ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરાતો નથી. આ ગરબી સંપૂર્ણપણે શાષાીય સંગીત પર આધારિત છે. જ્યાં આદિત્યરામજી ઘરાનાના વિશ્વવિખ્યાત ખ્યાતના મોહનભાઈ, બળદેવજીભાઈ, ઈન્દુભાઈ, કલ્યાણભાઈ સહિતના કલાકારો અગાઉ ભાગ લેતા હતા. હાલ પણ કલાકારો કોઈ પણ ચાર્જ લીધા વગર અહીંયા સંગીત આપે છે. અને બાળાઓ પાસેથી પણ કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી.અને બાળાઓ મત્ર બે કલાક જ સાદાઈ અને શ્રધ્ધા પૂર્વક સંપૂર્ણપણે શાષાીય સંગીત પર જ ગરબી રમવામાં આવે છે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
