તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 9th October 2024
ખંભાળીયા સીંઘવી સીકોતેર માતાજીના મંદીરે ગરબા વખતે ચાખડી, છત્ર જેવી વસ્તુઓ નીચે પડતી હોવાની ઘટના
સ્પીકરના પડઘાથી આમ થતુ હોવાનું કહેવાતા ચમત્કાર ચેક કરવા મોટા ધ્વની વગાડવા છતા વસ્તુ પડી ન હતી

ખંભાળીયામાં પોરગેટ પાસેનું સિંધવી સિકોતેર માતાજીનું મંદીર જયાં ગરબા વેળાએ સ્વયં રીતે ચાખડી છત્રસિંહ નીચે પડી પરચો આપે છે. (તસ્વીરઃ કૌશલ સવજાણી-ખંભાયા)
(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૯: સિંધવી સિકોતેર માતાજીનું મંદીર જે ગાયત્રી ગરબી મંડળ દ્વારા નવનિર્માણ કરાયેલ છે તે અનોખું છે.
નવરાત્રીમાં અહી રોજ રાત્રે ગરબા ગાવામાં આવે છે. ઢોલ, નગારા સાથે સંગીત વાદ્ય સાથે બોલાતા ગરબા વખતે માતાજીના મંદીરમાં રાખેલ ચાખડી, છત્ર, સિંહ તથા દીવા સ્ટેન્ડ જેવા ભારે પદાર્થો ઓટોમેટીક નીચે પડીને માતાજીની હાજરીનો પરચો દેતા હોય તેવી ઘટના અનેક વખત બને છે.
ખંભાળીયાની સેવાભાવી સંસ્થા ગાયત્રી ગરબી મંડળના સભ્યો પ્રવીણભાઇ છગ, હસુભાઇ ડોડીયા, કિરીટભાઇ મજીઠીયા, હિતેશભાઇ બોડા, યોગેશભાઇ આચાર્ય, દિલીપભાઇ કછટીયા, શ્રાવણ જોશી સહીતના સભ્યો ગરબા ગાય છે ત્યારે માતાજીના છત્ર સિંહ પડવાની ઘટના અનેક વખત બનેલી ભાવિકોએ નિહાળી છે.
જો કે સ્પીકરના પડઘાથી આમ થતું હોવાનું કહેવાતા ચમત્કાર ચેક કરવા ગરબાના ધ્વનીથી મોટા ધ્વની વગાડવા છતા ચાખડી, છત્ર, સિંહ પડતા નથી અને ગરબા ચાલુ હોય ત્યારે પડી જાય છે. તે નવાઇ સાથે માતાજી પ્રત્યે ભકતોની શ્રધ્ધાનું પ્રતીક જોવા મળે છે. નવરાત્રીમાં તથા અનેક પ્રસંગોમાં અહી ગરબા ગાવામાં આવે છે ત્યારે આવા પરચા અનેક વખત ભાવિકોએ નિહાળ્યા છે.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
