<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

અમરેલીમાં માર મારી છેડતી કરીને માતા-પુત્રી ઉપર એસીડ ફેંકવાની ધમકી

 

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૯: અમરેલી બહારપરા કોળીવાડ ખોડિયાર મંદિરના નાકે રેખાબેન સુરેશભાઇ મકવાણા ઉ.વ. ૩પ ઘરે હાજર હોય તે દરમિયાન હિરેન અશાભાઇ સોલંકી ગેરકાયદેસર ઘરમાં અપપ્રવેશ કરતાં રેખાબેનને પુછતાં કોનું કામ છે તેમ કહતાં સારૂં નહીં લાગતા ગાળો બોલી ધકકો મારતાં રેખાબેનની દિકરીઓ આવી જતાં હિરેનને બહાર કાઢતાં બોલાચાલી કરતાં અમિત અસાભાઇ, અસાર રવજીભાઇ, લાલ અરવિંદભાઇ સોલંકી, કાના મનુભાઇ બાવાજી, મધુબેન પ્રવિણભાઇ સોલંકી, સંગીતાબેન અસાભાઇ સોલંકી, કાના અરવિંદભાઇ સોલંકી એક સંપ કરી રેખાબેન અને તેની દિકરીઓને ગાળો બોલી હિરેને માતાપુત્રીઓફની છેડતી કરી એસીડ નાખી દેવાની ધમકી આપી રેખાબેનને લાલા તથા કાનાએ મારમારી અસાએઢ જમણા પડખામાં મા મારતા પડી જતાં મધુબેન અને સંગીતાબેનને ઢસડી અમિતે ઢીકાપાટુનો મારમારી ગેર કાયદેસર મંડળી રચી પ્રાણઘાતક હથિયારોથી સજજ થઇ હુલડ કરી ગુનો કર્યાની અમરેલી સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જયારે સામા પક્ષે સંગીતાબેન અશોકભાઇ સોલંકી ઉ.વ.૪૦ શેરીમાં બોલાચાલી થતાં જોવા જતાં સંગીતાબેનના દિકરાને રેખાબેઢન સુરેઢશભાઇ, રોહિત સુરેશભાઇ મકવાણા ઢીકાપાટુ વડે મારમારી ગયાળો આપતાં હોય જેથી સંગીતાબેન વચ્‍ચે પડતાં રોહિતે સંગીતાબેનને પાઇપ વડે જમણા નેપણ પાસે એક ઘા મારી કિરણબેન સુરેશભાઇ મકવાણાએ વાળ પકડી ઢસડી લપાટો મારી રેખાબેનનો દિકરો સુનીલ અને બીજા દિકરાએ છત પરથી છુટા પથ્‍થરના ઘા કરતાં જમણા ગાલે વાગેલ ભુમિ ધર્મેશભાઇ સોલંકીએ વાળ પકડી ઢીકાપાટુનો મારમારેલ ધર્મેશ રમેશભાઇ સોલંકીએ છરી વડે જમણા ગાલે સામાન્‍ય ઇજા કરી ગેરકાયદેસર મંડળી રચી રેખાબેન અને રોહિતે જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની અમરેલી સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

 માર મારીને ધમકી

બગસરા જુના વાઘાણીયા ગામે હરિભાઇ પ્રેમજીભાઇ ગઢીયા ઉ.વ. પપ, તા. ૭-૧૦ના સવારે ૭ વાગ્‍યે પોતાની વાડીએ ગયેલ હોય ત્‍યારે વાડીમાં કામ કરતાં હોય તે દરમિયાન તેના કુટુંબીઓ હસમુખ, ભરત, જયંતિ ગઢીયા, એક સંપ કરી લોખંડની રાપ ધારણ કરી વાડીએ આવીગાળો બોલવા લાગી રાણ વડે કાનની ઉપર માથાના અંદરના ભાગે પાંચ ટાંકાની ગંભીર ઇજા કરી તથા બીજો ઘા વાસાના પાછળના ભાગે મારેલ ભરત તથા જયંતિએ હરિભાઇને મારમારતા તે દરમિયાન તેમની દિકરી કિરણબેઢન તથા આરતીબેન આવી જતાં આરોપીઓને મારમારતા રોકતાં હસમુખ અને ભરતે દિકરીઓને મુંઢ માર મારેલ અને હરિભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યાની બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

(2:09 PM IST)