તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Wednesday, 9th October 2024
ગરબા રમતી વખતે પાણીની અવગણના કરવાથી ડ્રીહાઇડ્રેશન થઇ શકે
પોરબંદરના હેલ્થ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા નવરાત્રીમાં ખેલૈયાઓને સ્વાસ્થ્ય અંગે ધ્યાન રાખવાની ટીપ્સ

પોરબંદર તા. ૯: હાલમાં નવરાત્રિના નવલા દિવસો ચાલી રહ્યા છે અને પોરબંદર સહિત રાજ્યભરમાં ખેલૈયાઓ મોડે સુધી ગરબે ઘૂમી રહ્યા છે ત્યારે ખેલૈયા સ્વાસ્થ્ય માટે પોરબંદરની સંસ્થા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહત્વના સૂચનો કરવામાં આવ્યા છે.
હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને પોરબંદર રેડક્રોસ તાલુકા શાખાના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા એ જણાવ્યું છે કે નવરાત્રીના હાલના તહેવારને સમગ્ર પોરબંદર સહિત રાજ્યના લોકો ઉમંગ ઉત્સાહ અને ભક્તિ ભાવથી ઉજવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોમાં પણ નવરાત્રિના નવ દિવસ દરમિયાન લોકો ઉપવાસ પ્રાર્થના અને આધ્યાત્મિક મંથનમાં વ્યસ્ત રહે છે ત્યારે તેની સાથોસાથ ફિટનેસ પ્રત્યે પણ સજાગ રહેવું જરૂરી બન્યું છે. ખાસ કરીને નવરાત્રિના નવ દિવસ દરમિયાન મોડે સુધી લોકો ગરબે રમતા હોવાથી ઊંઘ ઓછી થઈ જાય છે એટલું જ નહીં પરંતુ આ દિવસો દરમિયાન હવામાનમાં પણ પરિવર્તન આવતું હોવાથી મોસમી બીમારીનું જોખમ પણ વધી જાય છે તેથી તેના માટે મહત્વના સૂચનો કરવામાં આવ્યા છે. રામદેવભાઈ મોઢવાડિયા એ જણાવ્યું છે કે નવરાત્રિમાં પાણીની અવગણના કરવાથી ડીહાઇડ્રેશન થઈ શકે છે જેથી ગરબે રમવા જતા લોકોએ વધુમાં વધુ માત્રામાં પ્રવાહીનો ઉપયોગ કરવો જરૂરી બન્યો છે. આ વર્ષે નવરાત્રી દરમિયાન ગરમી પણ નોંધપાત્ર પ્રમાણમાં પડી રહી છે તેથી મોસંબી અને સંતરા સહિત મહત્વના ફ્રુટ છે તેના જ્યુસ નો પણ ઉપયોગ કરવો જોઈએ. એટલું જ નહીં પરંતુ વેજીટેબલ સૂપ પણ પ્રવાહી તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. નવરાત્રીમાં વાતાવરણ ગરમ હોવાને લીધે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે નહીં તે માટે વધુમાં વધુ લીંબુ પાણી, નાળિયેરનું પાણી અને ફળોનો રસ વધુને વધુ ઉપયોગમાં લઈ શકાય છે.
નવરાત્રીમાં વાતાવરણ ગરમ હોવાને લીધે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે નહીં તે માટે વધુમાં વધુ લીંબુ પાણી, નાળિયેરનું પાણી અને ફળોનો રસ વધુને વધુ ઉપયોગમાં લઇ શકાય છે. નવરાત્રિના દિવસો દરમિયાન મોડે સુધી ગરબે રમતા ખેલૈયાઓને રમી લીધા પછી વધુ ભૂખ લાગે છે તેથી ભાવતા ભોજનના ચક્કરમાં વધુ પડતી કેલેરી વાળો ખોરાક આરોગી લે છે. જેનાથી વજન વધે છે અને તે ખોરાક રાત્રે પચી શકતો નથી તેમ આરોગ્ય અંગે ધ્યાન રાખવાની બાબતમાં રામદેવભાઇએ જણાવેલ છે.
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
