News of Wednesday, 9th October 2024
સૂર્ય નક્ષત્ર ચિત્રા બેસતા હવામાનમાં પલટો આવે છુટા છવાયા વિસ્તારમાં માવઠાની શકયતાઓ છેઃ હવામાન નિષ્ણાત કિશોરભાઈ ભાડજા
નૈઋત્ય ચોમાસાની વિદાય થઈ ગઈ

રાજકોટઃ હાથિયો ગાજીને નૈઋત્ય ચોમાસાએ વિદાઈ લઇ લિધી છે. અગાઉ અકિલામાં ચૈત્રસુદ પાંચમની ખાદલીની આગાહીમાં ચિત્રા નક્ષત્રમાં માવઠાની શકયતાઓ છે તે પ્રમાણે શરદ પૂનમથી દિવાળી સુધીમાં માવઠાની શકયતાઓ છે.
સૂર્ય નક્ષત્ર ચિત્રા તારીખ ૧૦.૧૦.૨૦૨૪ ને ગુરૂવારે સમય ૧૪.૦૭ મિનિટે બેસેછે તેમનું વાહન ભેંસ છે સૂર્ય નક્ષત્ર સ્વતી તારીખ ૨૩.૧૦.૨૦૨૪ બુધવાર રાત્રે સમય ૧૨.૪૩ મિનિટે બેસે છે તેમનું વાહન શિયાળનું છે અને બુધનો ઉદય તારીખ ૨૨.૧૦.૨૦૨૪ એ થાય છે તે જોતાં માવઠાની શકયતાઓ છે સરદપૂનમ પછી ચિત્રા નક્ષત્ર ઉતરતા તારીખ ૧૮થી૨૨ ઓક્ટોબરમાં માવઠાની શકયતાઓ છે અને સ્વતી નક્ષત્રમાં પણ માવઠાની શકયતાઓ છે.
તારીખ ૨૯ ઓક્ટોબર નજીકના દિવસોમાં માવઠાની શકયતાઓ છે . આ આગાહી ખગોળ શાષાના આધારે કરવામાં આવે છે આકાશ દર્શન વર્ષોથી ચાલતી આપણી પરંમપરા છે તેના ઉપરથી અંદાજ અને અનુમાન કરી શકાય છે. બાકી બધું કુદરતને આધીન છે. કિશોરભાઈ ભાડજા ગામ : નેસડા (ખાનપર) તા. ટંકારા, જીલ્લો : મોરબી. મો ૯૫૮૬૫૯૦૬૦૧ (૪.૩૨)
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
