<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

દ્વારકા ગોમતી ઘાટ સિરિયલના ડ્રોન દ્વારા શુટિંગ થતા જાહેરનામાનો ભંગ થતાં ગુન્હો નોંધી દ્વારકા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી

દ્વારકાધીશ મંદિર નજીક પ્રતિબંધિત ડ્રોન કેમેરો ઉડ્યો સોસીયલ મીડિયામાં ડ્રોન કેમેરાનો વિડીયો થયો વાયરલ

( દીપેશ સામાણી દ્વારા ) દ્વારકા :દ્વારકા ગોમતી ઘાટ સિરિયલના શૂટિંગ દરમિયાન ડ્રોન દ્વારા શુટિંગ થતા જાહેરનામાનો ભંગ થતાં ગુન્હો નોંધી દ્વારકા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે,

સ્ટારપ્લસની લોકપ્રિય સીરીયલ “અનુપમા”ની ટીમ દ્વારા આજ વહેલી સવારથી જગતમંદિર પાસેના ગોમતી ઘાટથી ડ્રોન કેમેરાથી શુટિંગ થતા પોલીસ દ્વારા કેમેરા સાથે અટકાયત કરી પુછ્પરછ કરાઈ છે
તંત્ર દ્વારા ડ્રોન કેમેરો ઉડાડવાની પરમીશન ના મળવા છતાં આજે અનુપમા સીરીયલની ટીમ દ્વારા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરાયો હતો
દ્વારકા પોલીસ દ્વારા ડ્રોન કેમેરાથી થયેલ શુટિંગ સહિતની ચકાસણી કરવામાં આવી છે
દ્વારકા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે..
ગઈકાલે પણ દ્વારકાધીશ મંદિર આસપાસ પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઊડતો નજરે પડ્યો હતો..
લીસ દ્વારા સમગ્ર મામલે તપાસ ચાલુ છે

(7:09 PM IST)