<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

પોસ્ટલ ડે પ્રસંગે મુન્દ્રા અદાણી પોર્ટના ૨૫ વર્ષના રાષ્ટ્રીય યોગદાન રૂપે ખાસ ટપાલ ટીકીટનુ વિમોચન

અત્યાર સુધી દેશની તિજોરીમાં ૨.૨૫ લાખ કરોડ રૂ.નું યોગદાન, ૭.૫ કરોડ માનવદિન રોજગારી, ૭૦,૦૦૦ કરોડનું મૂડી રોકાણ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૦ : વર્લ્ડ પોસ્ટલ ડે નિમિત્તે અદાણી મુન્દ્રા પોર્ટના રાષ્ટ્રીય યોગદાનને બિરદાવી ખાસ ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી છે. મુન્દ્રા અદાણી પોર્ટ ૨૫ વર્ષની સફર પૂર્ણ કરી એ સિલ્વર જ્યુબિલી નિમિત્તે ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ છે.

      પોસ્ટલ ટિકિટનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. ગુજરાતના ચીફ પોસ્ટ માસ્તર ગણેશ સવલેશ્વકર. અદાણી ગ્રુપના રાજેશ અદાણી, કરણ અદાણીની ઉપસ્થિતિમાં વિમોચન કરાયું હતુ. 

       દેશના પ્રથમ ખાનગી બંદરના અને ઇકોનોમિક ઝોનના નિર્માણ સાથે અદાણી ગ્રુપે રાષ્ટ્રની તિજોરીમાં અત્યાર સુધી ૨.૨૫ લાખ કરોડથી વધુ રકમનું યોગદાન આપ્યું છે. ૭.૫ કરોડ માનવદિન રોજગારીનું સર્જન કર્યું છે.

         ૭૦.૦૦૦ કરોડ રૂ.થી વધુ મૂડી રોકાણ આકર્ષિત કર્યું છે. મુન્દ્રા પોર્ટ દેશના દરિયાઈ કાર્ગોના ૧૧ ટકા અને દેશનાં કન્ટેનર ટ્રાફિકના ૩૩ ટકા નું સંચાલન કરે છે.

(9:28 AM IST)