<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

ઇકો સેન્‍સીટીવ ઝોન વિશે ફેલાયેલી-ફેલાવાતી ગેરસમજણ

દુર કરી જાહેરનામાની અગત્‍યતા વિશે જાણો...

ગીર સિવાય ર૦૧૮ થી ગુજરાતના ૩ રાષ્‍ટ્રીય ઉદ્યાન અને ર૦ અભ્‍યારણ્‍ય સહિત ભારતના આશરે  ૬૦૦ આરક્ષિત વિસ્‍તારો ફરતે ઇ.એસ.ઝેડ ગામડાને પ્રદુષિત થતાં અટકાવી તંદુરસ્‍ત જીવન બક્ષે છે :  ઈકો સેન્‍સિટિવ ઝોનમાં કઈ પ્રવળત્તિઓ પ્રતિબંધિત છે ? : ખાણ-ખનીજ ખોદવા પર, કેમિકલ છોડી નદીનું પાણી પ્રદૂષિત કરે તેવાં મોટાં ઉદ્યોગો, ધંધાદારી સો-મીલ, નિયમ કરતા વધારે ધ્‍વનિ પ્રદૂષણ ફેલાવે તેવા ઉદ્યોગો, મોટાં હાઈડ્રોપાવર પ્‍લાન્‍ટ, વિગેરેની મંજૂરી અપાતી નથી.

રાજકોટ, તા., ૯:  ઈકો સેન્‍સિટીવ ઝોન (ઈ.એસ.ઝેડ.) જાહેર કરવાનો નિર્ણય ખેડૂત વિરોધી છે, ઈ.એસ.ઝેડ. માં આવતાં ગામોને જંગલ ખાતા નો અતિશય ત્રાસ સહન કરવો પડશે અને ડગલેને પગલે રોજ-બરોજના કાર્ય કરવાં માટે કે તેની મંજૂરી લેવા માટે ધક્કા ખાવા પડશે, સરકાર આવાં જડ કાયદા જાહેર કરી નાનાં લોકોને પરેશાન કરવાં માંગે છે, ઈ.એસ.ઝેડ. માં રહેતાં લોકોને વન્‍યપ્રાણીઓને હેરાન કરવાનાં કે શિકાર કરવાનાં ખોટાં ગુનાઓ દાખલ કરી જેલોમાં ગોંધી રાખવામાં આવશે, અત્‍યાર સુધી બધું બરાબર ચાલતું હતું, તો હવે રાતોરાત આવા કાયદા કરવાની કયાં જરૂર હતી? આવા ભ્રમ ફેલાવતા પ્રશ્નોને કારણે લોકોમાં ફેલાયેલી ગેરસમજ દુર થવી જરૂરી છે.

થોડાં દિવસો પહેલાં ગીર રાષ્‍ટ્રીય ઉદ્યાન અને ગીર વન્‍યપ્રાણી અભયારણ્‍ય, પાણીયા વન્‍યપ્રાણી અભયારણ્‍ય અને મિતિયાળા વન્‍યપ્રાણી અભયારણ્‍ય આસપાસ ઈ.એસ.ઝેડ. જાહેર કરવાં માટે કેન્‍દ્ર સરકારે એક જાહેરનામું બહાર પાડેલ છે. તે સમાચાર મળતાં માત્ર કેટલાંક ગામનાં લોકો જ નહીં, પરંતુ અમુક રાજકીય નેતાઓ દ્વારા પણ ઉપર જણાવ્‍યા મુજબનાં સવાલો પૂછવામાં આવી રહ્યા છે. આ બધા ગંભીર સવાલોનો એક જ જવાબ છે કે - આ સવાલો જ પાયા વિહોણા છે, અને ઈ.એસ.ઝેડ. વિશે પૂરી જાણકારી ન હોવાને હિસાબે ઉત્‍પન્ન થયેલા છે!

સર્વોચ્‍ચ અદાલત નાં હુકમ મુજબ જે આરક્ષિત વિસ્‍તાર આસપાસ ઈ.એસ.ઝેડ. નક્કી થયેલ ન હોય, ત્‍યાં આ વિસ્‍તાર ની પેરીફરીથી ૧૦ કિલોમીટર ના વિસ્‍તાર ને ઈ.એસ.ઝેડ. ગણવામાં આવે છે. તે મુજબ તારીખ ૨પ ઓક્‍ટોબર ૨૦૧૬ થી ગીર, પાણીયા અને મિતિયાળા આસપાસનાં જિલ્લાઓના ૩૩૨૮ વર્ગ કિલોમીટર માં આવેલ ૨૯૧ ગામોમાં ઈ.એસ.ઝેડ. અમલમાં છે જ. દરમિયાનમાં માનનીય સર્વોચ્‍ચ અદાલતે પણ તેના હુકમમાં અમુક ફેરફાર કરેલ છે. તેને અનુલક્ષીને કેન્‍દ્ર સરકારે તારીખ ૧૮ સપ્‍ટેમ્‍બર ૨૦૨૪ ના રોજ નવું નોટિફિકેશન બહાર પાડેલ છે, તે મુજબ આ ૩ આરક્ષિત વિસ્‍તારો આસપાસ ૨.૭૮ કિલોમીટર થી ૯.૫૦ કિલોમીટર ની પેરીફરી માં આવેલ કુલ ૨૦૬૧.૭૭ વર્ગ કિલોમીટર માં આવેલ માત્ર ૧૯૬ ગામોને ઈ.એસ.ઝેડ. માં સમાવિષ્ટ કરેલ છે. હકીકત તો એ છે કે અત્‍યારે જે વિસ્‍તાર અમલમાં છે, તેમાંથી નવાં જાહેરનામા મુજબ આશરે ૧૨૬૬ વર્ગ કિલોમીટર નો વિસ્‍તાર અને ૯૫ ગામો ઈ.એસ.ઝેડ. માંથી ઓછાં થઈ જાય છે!

સૌથી મહત્‍વની બાબત એ છે કે ઈકો સેન્‍સિટીવ ઝોન એક બફર વિસ્‍તાર તરીકે કામ કરે છે, જ્‍યાં મનુષ્‍ય અને વન્‍યજીવો જેમ વર્ષોથી કુદરતી વાતાવરણમાં સહ અસ્‍તિત્‍વમાં રહેતા આવ્‍યા છે, તે રીતે જ રહી શકે છે. જો ઈ.એસ.ઝેડ. ન હોય તો મનુષ્‍ય અને વન્‍ય પ્રાણીઓ વચ્‍ચે ઘર્ષણ નાં બનાવો ખૂબ જ વધી જઈ શકે છે. ઈ.એસ.ઝેડ. આપણાં ગામ ને પ્રદૂષિત થતું અટકાવે છે અને સૌને તંદુરસ્‍ત જીવન બક્ષે છે.

ભૂતકાળમાં સાસણ એક નાનો એવો નેસ હતો, જે આજે એશિયાઈ સિંહ ને હિસાબે વિશ્વનાં નકશા પર ચમકી રહેલ છે. ગીર ને હિસાબે વિશ્વભરમાંથી દર વર્ષે લાખો ટુરિસ્‍ટસ સાસણ ગીર, દેવળીયા, આંબરડી, વિગેરે ની મુલાકાત લે છે. અનેક પરિવારો તેમનાં વાહનો, ડ્રાઈવર, ગાઈડ, હોમ સ્‍ટે, હોટલો અને રિસોર્ટસ થકી ટુરિઝમ પર નિર્ભર છે. જંગલ નદીની માતા કહેવાય છે. ગીરમાંથી પસાર થતી સાત નદીઓ આજુબાજુનાં અનેક ગામોને ખેતીવાડી માટે જરૂરી તથાં પીવાલાયક પાણી પૂરું પાડે છે. સૌરાષ્‍ટ્ર કચ્‍છ નાં વિસ્‍તારોમાં ખાસ વરસાદ નથી આવતો. તેનો ઘણો બધો વિસ્‍તાર તો રણ પ્રદેશ છે, પરંતુ ગીર જંગલ નાં હિસાબે ત્‍યાં અને તેની આજુબાજુમાં ખૂબ સારાં પ્રમાણમાં વરસાદ થાય છે.

અંતમાં એક સ્‍પષ્ટતા કરવાની કે ગીર વન્‍યપ્રાણી અભયારણ્‍યમાં અને તેની આજુબાજુનાં વિસ્‍તારોમાં ઘણાં માલધારી પરિવારો વસે છે. ઈ.એસ.ઝેડ. ને હિસાબે આ કોઈપણ માલધારી પરિવારને લેશમાત્ર મુશ્‍કેલી નહીં આવે.

આ સૂચિત જાહેરનામું છે. તેની સામે કોઈ ને કંઈ સૂચન કે વાંધો હોય, તો નીચેનાં સરનામે પત્ર કે ઈમેલ દ્વારા જાહેરનામું બહાર પડ્‍યાનાં ૬૦ દિવસમાં જણાવી શકે છે.

લોકોને સત્‍ય હકીકત જાણવાં મળે તે માટે ઈકો સેન્‍સીટીવ ઝોન વિશે આ માહિતી જરૂરી

 

ઞ્જ   ઈકો સેન્‍સિટીવ ઝોન માં ખેડૂતો તથા ગામનાં

     લોકો કઈ કઈ પ્રવળત્તિઓ કરી શકશે?

--   ખેતરમાં કોઈ પણ સમયે આવવું જવું, ગામ કે ખેતર માં આવવા જવા માટે જાહેર રસ્‍તાનો ઉપયોગ કરવો, સિંચાઈ પદ્ધતિથી દિવસ-રાત ખેતી કરવી, ટ્રેક્‍ટર ચલાવવું, નવું ઇલેક્‍ટ્રિક કનેક્‍શન લેવું, ખેતર ફરતે વાડ કે વંડી કરવી, નવાં કૂવા ખોદવા કે જુનાં કૂવા ગાળવા, પાકનું રખોપું કરવું, વાડીમાં રહેણાંક માટેનાં જુના મકાનને રીપેર કરવું કે નવું મકાન બનાવવું, વિગેરે બધી જ પ્રવળત્તિઓ અગાઉની જેમ કોઈ પણ વિશેષ મંજૂરી કે રોકટોક વગર ચાલુ રાખી શકાશે.

     ગામનાં લોકો તેમનાં હાલનાં વેપાર-ઉદ્યોગ અગાઉની જેમ જ ચાલુ રાખી શકશે અને તેના માટે કોઈપણ જગ્‍યાએથી નવેસરથી મંજૂરી લેવાની જરૂર નથી. ખેતર કે ગામમાં પશુપાલન, ગૌશાળા, તબેલો, વિગેરે માટે કોઈ જ મંજૂરી લેવાની નથી થતી. ઈકો સેન્‍સિટીવ ઝોન માં જેટલા ગામો છે, તે બધાનાં ગામતળ માં કોઈ નવાં નિયમ લાગુ નથી પડતા; તદુપરાંત ભવિષ્‍યમાં પણ ગામતળ નાં વિસ્‍તારમાં ફેરફાર કરી શકાશે. દવાખાના, આંગણવાડી, શાળા, પંચાયત કચેરી, વગેરે માટે વન વિભાગની મંજૂરી લેવાની જરૂરિયાત નથી. પોતાની માલિકીનાં વળક્ષોનું છેદન, ઘરેલુ ઉપયોગ માટે નદીમાંથી રેતી લેવી, વગેરે પ્રવળત્તિઓ પણ સરકારશ્રી નાં પ્રવર્તમાન નીતિ-નિયમો મુજબ કરી શકાશે.

ઞ્જ   ઈકો સેન્‍સિટીવ ઝોન શા માટે જાહેર કરવામાં

     આવે છે? ગીર સિવાય બીજે કયાંય છે?

--       આપણાં દેશનાં પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ૧૯૮૬ અન્‍વયે, રાષ્‍ટ્રીય ઉદ્યાન અને અભયારણ્‍ય નાં વન્‍યજીવો તથાં આસપાસનાં કુદરતી હૈબિટાટનુ સંરક્ષણ તથાં વ્‍યવસ્‍થાપન સારી રીતે થાય તે માટે રાજ્‍ય સરકારનાં સૂચન મુજબ કેન્‍દ્ર સરકાર ઈ.એસ.ઝેડ. જાહેર કરે છે. સન ૨૦૧૮ થી ગુજરાતનાં કુલ ૩ રાષ્‍ટ્રીય ઉદ્યાન અને ૨૦ અભયારણ્‍ય સહિત, ભારતના આશરે ૬૦૦ જેટલા આરક્ષિત વિસ્‍તારો ફરતે ઈ.એસ.ઝેડ. અમલમાં છે.

: સરનામું :

મુખ્‍ય વન સંરક્ષકશ્રીની કચેરી

વન્‍યપ્રાણી વર્તુળ, સરદાર બાગ, જુનાગઢ - ૩૬૨ ૦૦૧, ગુજરાત 

ઇમેલ : [email protected]

(9:59 AM IST)