News of Thursday, 10th October 2024
ગોંડલ દાસી જીવણ પાર્ટી પ્લોટ ખાતે પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક પરિવાર દ્વારા નવરાત્રી પર્વની જમાવટ
શહેરની શાન સામી દાસીજીવણ સત્સંગ મંડળ સંચાલિત શ્રી ગેલી અંબે ગરબી મંડળમાં ૫૦૦ થી પણ વધુ બાલિકાઓ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧૦: ગોંડલના જેતપુર રોડ પર આવેલ દાસી જીવણ પાર્ટી પ્લોટ ખાતે દાસીજીવણ સત્સંગ મંડળ સંચાલિત ગેલી અંબે ગરબી મંડળ ૩૬માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે પ્રાચીન રાસ ગરબીનું દબદબાભેર આયોજન કરવામાં આવ્યું છે. અહીં ૫૦૦ થી પણ વધુ બાલિકાઓ માતાજીની આરાધના કરતા નજરે જોવા મળે છે જેમા મુસ્લિમ બાળાઓ પણ માના ગરબે ઘૂમતી અહીં જોવા મળે છે, પાર્ટીપ્લોટ માં ગરબી ને લઈ ને ૨૫૦૦૦૦ સ્ક્વેર ફિટમાં ગરબી નો સમિયાણો ગોઠવવામાં આવ્યું છે ગરબીના પ્રવેશ દ્વારે ભવ્ય રજવાડી ગેઇટનુ નિર્માણ કરાયું છે નાગપુર થી આવેલ સ્પેશ્યલ મેકઅપ આર્ટિસ્ટ દ્વારા રોજિંદા ગરબીની અલગ-અલગ બાળાઓને માતાજીના શણગાર આપવામાં આવે છે અને વિવિધ પંડાલોમાં માં આદ્યશક્તિ તેમજ દેવી દેવતાઓના આબેહુબ દર્શન જોવા મળી રહ્યા છે, અહી સ્વપ્નલોક જેવું આયોજન દંગ કરી મુકેછે. આધુનિક યુગમાં પણ અહીં પ્રાચીન રાસ ગરબા ની જ રમઝટ બોલી રહી છે, વલ્લભ કુળના બાવાશ્રી ઓને રોજિંદા આમંત્રણ આપવામાં આવે છે અને તેઓના આશીર્વચન નો લાભ સર્વેને મળી રહ્યો છે, શહેર અને અન્ય તાલુકામાં થતી ગરબીઓની બાળાઓને પણ ઉજીબેન લવજીભાઈ ધડુક પરિવાર તરફથી બાળાઓને લાણી વિતરણ કરવામાં આવી રહી છે, અહીં ગરબે રમતી તમામ બાળાઓને ભાવતા ભોજનિયાં રોજિંદા બનાવી પીરસવામાં આવી રહ્યું છે. ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ, મામલતદાર, ડેપ્યુટી કલેકટર, કલેકટર તેમજ પોલીસ અધિકારીઓ અહીં રોજિંદા મહેમાન બની રહ્યા છે. આ પ્રસંગને દિપાવવા પૂર્વ સાંસદ સભ્યશ્રી રમેશભાઈ ધડુક, ડો. નૈમિષભાઈ ધડુક, સાવનભાઈ ધડુક ના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવાઇ છે.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
