તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
ભાવનગરમાં ૪૭૫ ગ્રામના નશાકારક ચરસ સાથે એક શખ્સ ઝડપાયો

ભાવનગરઃ એસઓજી પોલીસે ચરસના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો છે. પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ. સુનેસરા ના માર્ગદર્શન હેઠળ બાતમીના આધારે અશ્વિનભાઇ છનાભાઇ ડાભી ઉ.વ.૩૦ રહે. પ્લોટ નંબર ૧૬૨, શ્રમજીવી સોસાયટી, મનસુખભાઇ ગરનો ખાંચો, ખેડુતવાસ વાળાને શિશુવિહાર મરજાન એપાર્ટમેન્ટ પાસેથી કબ્જામાં રહેલ ચરસ ૪૭૫ ગ્રામ કિ.રૂ.૭૧,૨૫૦ તથા એક મોબાઇલ ફોન કિ.રૂા.૫૦૦૦ સહીત કુલ કિ.રૂા.૭૬,૨૫૦ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ આ અંગે તેના સામે એન.ડી.પી.એસ. એકટની જોગવાઇ અનુસાર કાર્યવાહી કરી, એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. વિઠ્ઠલભાઇ ચૌહાણ દ્વારા ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
