<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

રીબડા નજીક ખૂંટીયા સાથે બાઇક અથડાતાં શાપરના મનસુખભાઇનું મોતઃ મિત્ર નયનને ઇજા

ચાર દિવસ પહેલા પીપળીયા ગામેથી કારખાનાની નોકરી પુરી કરી બંને મિત્ર શાપર ઘરે જતાં હતાં ત્‍યારે અકસ્‍માત નડયો હતોઃ સારવાર દરમિયાન દમ તોડતાં સાકરીયા પરિવારમાં કલ્‍પાંત

રાજકોટ તા. ૧૦: રીબડા નજીક ખૂંટીયા સાથે બાઇક અથડાતાં શાપરના બે મિત્રો ફંગોળાઇ જતાં ઇજાઓ થઇ હતી. જે પૈકી એકનું સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. બંને કારખાનેથી નોકરી પુરી કરી ઘરે જતાં હતાં ત્‍યારે બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ શાપર વેરાવળમાં શાંતિધામમાં રહેતાં મનસુખભાઇ બીજલભાઇ સાકરીયા (ઉ.વ.૪૦) અને મિત્ર નયનભાઇ સજુભાઇ ખાણીયા (ઉ.વ.૨૩) રીબડા નજીક  પીપળીયા ગામે કારખાનામાં નોકરી કરતાં હોઇ બંને એક બાઇક પર અપડાઉન કરતાં હતાં. ગત તા. ૬ના રોજ સાંજે બંને મિત્રો નોકરી પુરી કરી બાઇક પર બેસી શાપર ઘર તરફ જવા નીકળ્‍યા ત્‍યારે રીબડા પાસે અચાનક રોડ પર ખૂંટીયો આવી જતાં તેની સાથે બાઇક અથડાતાં બંને મિત્રો ફંગોળાઇ જતાં ઇજાઓ થતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

અહિ આજે વહેલી સવારે મનસુખભાઇ સાકરીયાએ દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, તોૈફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ મકવાણાએ ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર મનસુખભાઇ ચાર ભાઇ અને એક બહેનમાં બીજા હતાં. સંતાનમાં બે પુત્ર છે. બનાવથી સાકરીયા પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

(10:53 AM IST)