તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
માળીયાના વનાળીયાના ટપુભાઇનો આપઘાત
રિસામણે ગયેલા પત્નિએ કેસ કર્યો હોઇ જેલમાં પણ જવુ પડયું હતું: એસિડ પી લેતાં રાજકોટ હોસ્પિટલમાં મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૦: માળીયા મિયાણાના વનાળીયા ગામે રહેતાં ટપુભાઇ હમીરભાઇ ચમાર (ઉ.વ.૪૩) નામના યુવાને ગઇકાલે એસિડ પી લેતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સ્વિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ વહેલી સવારે દમ તોડી દીધો હતો.ટપુભાઇ ત્રણ બહેન અને બે ભાઇમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. પોતે છુટક ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હતાં. પરિવારજનોના કહેવા મુજબ ટપુભાઇના પત્નિ ચારેક વર્ષથી રિસામણે છે અને તેણીએ ભરણપોષણનો કેસ કર્યો હોઇ તેના કારણે ટપુભાઇને જેલમાં પણ જવુ પડયું હતું અને એક લાખ રકમ પણ ભરવી પડી હતી. આમ છતાં સમાધાન થયું ન હોઇ માઠુ લાગી જતાં આ પગલુ ભરી લીધુ હતું.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ધર્મેન્દ્રભભાઇ હુદડ, તોૈફિકભાઇ જુણાચ, ભાવેશભાઇ મકવાણાએ મોરબી પોલીસને જાણ કરી હતી.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
