તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
કવોરી ઉદ્યોગના પ્રશ્નોના ઉકેલ માટે એસોસીએશન દ્વારા અમરેલી જીલ્લા કલેકટર- સાંસદ- ધારાસભ્યને રજુઆત
ભરતભાઇ સુતરીયા, જનકભાઇ તળાવીયા સહિતનાને આવેદનપત્ર પાઠવ્યા

(ભરત મહેતા દ્વારા) કોટડાપીઠા તા.૯: કવોરી ઉદ્યોગના લાંબા સમયથી પડકાર પ્રશ્નોના નીરાકરણ લાવવા અંગે અમરેલી જીલ્લા કવોરી એશો. તથા કવોરી માલીકો દ્વારા કલેકટરશ્રી અમરેલી, લોકસભા સાંસદ ભરતભાઇ સુતરીયા તેમજ લાઠી બાબરાના ધારાસભ્યશ્રી જનકભાઇ તળાવીયાને મળી બ્લેડટ્રેપ કવોરી લીઝ અંગેના પ્રશ્નોનું નીરાકરણ લાવવા લેખીતમાં રજુઆત કરેલ છે.
કવોરી ઉદ્યોગને લગતા લાંબા સમયથી પડતર પ્રશ્નોન ઉકેલ આવેલ નથી. હાલમાં પર્યાવરણીય મંજુરી અને માઇનીંગ પ્લાનના કારણે ૬૦ ટકાથી વધુ ખાણોના રોયલ્ટી એકાઉન્ટ (એ.ટી.આર) સરકાર દ્વારા બંધ કરેલ છે. જીલ્લા સીટની પર્યાવરણીય કમીટી દ્વારા ઇશ્ચુ કરવામાં આવેલ તમામ ઇ.સી. રાજયભરની કમિટી દ્વારા રી-એપ્રોઝલની કાર્યવાહી આગામી તા.૨૬-૧૦-૨૪ સુધીમાં પૂર્ણ નહી થાય તો લગભગ બાકી રહેલ રાજયભરની તમામ કવોરી બંધ થનાર છે.
આગામી સમયમાં કવોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા કામદારોની રોજગારીની જવાબદારી, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ, તેમજ નાના મોટા અન્ય ઉદ્યોગોની આર્થીક નુકસાની અંગે સરકારની જવાબદારી રહેશે તેમ અમરેલી જીલ્લા બ્લેકટ્રેપ કવોરી ઇન્ડસ્ટ્રીન્ઝ એશોસીએશનના પ્રમુખ તેમજ કોટડાપીઠા ઉંટવડ વચ્ચે આવેલ ખોડીયાર કવોરી મહેશભાઇ ભાયાણીની યાદીમાં જણાવાયું છે.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
