<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

સલમાનખાનના ઘર ઉપર ફાયરીંગ કરનારને ઝડપી લેનાર ભુજના એલસીબી પી. આઇ. એસ. એન. ચુડાસમાનું હર્ષ સંઘવીના હસ્‍તે સન્‍માન

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૦: ભુજ એલસીબી પીઆઇ એસ.એન. ચુડાસમા નું તાજેતરમાંનું પોલીસ હેડકવાટર્સ ભુજ ખાતે ગૃહમંત્રી હર્ષસંઘવીના હસ્‍તે પ્રશંસાપત્ર એનાયત કરી સન્‍માન કરાયુ હતું.

મુંબઇ ખાતે ફિલ્‍મ અભિનેતા સલમાન ખાનના ઘર ઉપર ફાયરીંગ થયેલ જે ગુનાના આરોપીઓ પヘમિ કચ્‍છ ભુજ જીલ્લામાં હોવાની હકિકતના આધારે ટેકનિકલ સવેલન્‍સ તેમજ હ્યુમન સોર્સીસ આધારે બે આરોપીઓ  માતાના મઢ ખાતેથી બંને આરોપી ઓને હસ્‍તગત કરી મુંબઇ ક્રાઇમ બ્રાન્‍ચને સોંપી અગત્‍યની ભૂમિકા ભજવી પヘમિ કચ્‍છ ભુજ પોલીસ માટે પ્રશંસનીય કામગીરી કરનાર જાંબાઝ એલસીબી આઇ એસ એન ચુડાસમા પ્રશંસાપત્ર આપી ગૃહ રાજયમંત્રી શ્રીહર્ષ સંઘવીએ સન્‍માનનીત કર્યા હતા. ત્‍યારે પヘમિ કચ્‍છ ભુજના ઇંચા પોલીસ અધિક્ષક સાગર બાગમારએ પણ શ્રી ચુડાસમાને અભિનંદન પાઠવ્‍યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જીલ્લામાં એલસીબી તથા રોમીયો સ્‍કવોડ જેવી મહત્‍વની બ્રાન્‍ચોમાં તેમજ ગિરસોમનાથમાં પીઆઇ તરીકે ફરજ બજાવી ચૂકેલ પીઆઇ એનબી ચુડાસમાના શ્રી એસ એન ચુડાસમા પુત્ર થાય છે. અને એક કહેવત મુજબ મોરના ઇંડા ચિતરવા ન પડે તે સાર્થક કરતા હોય તેમ તેમના પિતાની જેમ પોલીસ બેડામાં ખુબ સારી નામના મેળવી છે.

(11:15 AM IST)