તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 10th October 2024
મોરબી શક્તિ ચોક ગરબી જોવા ઉમટતો માનવ મહેરામણ, અંગારા પર રમાતા રાસ સહીત એક એકથી ચડિયાતા રાસ જોઈ લોકો મંત્રમુગ્ધ!!

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૧૦: મોરબીના શક્તિ ચોકમાં છેલ્લા ૪૧ વર્ષોથી પ્રાચીન ગરબી કરવામાં આવે છે જેમાં ભાગ લેતી બાળાઓ દ્વારા લોકો સમક્ષ બન્દીસ રાસ, માડી તારા અઘોર નગર, તલવાર રાસ સહિતના અવનવા રાસ ગરબા રજુ કરવામાં આવે છે જે રાસ ગરબા જોવા માટે લોકો ન માત્ર મોરબી પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા હોય છે અને તેની સમક્ષ બાળાઓ દ્વારા રાસ ગરબા રજુ કરવામાં આવતા હોય છે જેમા છેલ્લા બે વર્ષથી બાળાઓ દ્વારા અંગારા રાસ રજુ કરવામાં આવે છે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે અને હજારો લોકો તે રાસ જોવા માટે ઉમટી પડે છે.
ખાટકીવાસ વિસ્તારની બાજુમાં જ ગેસ્ટ હાઉસ રોડના ખૂણે શક્તિ ચોક ગરબીનું છેલ્લા ૪૧ વર્ષથી આયોજન કરવામાં આવે છે જેમાં બાળાઓ દ્વારા માતાજીના ગરબા પર અવનવા રાસ રજુ કરવામાં આવે છે જેથી આ ગરબી મોરબીના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અહી માતાજીની આરાધના કરતી બાળાઓ દ્વારા નવરાત્રી દરમ્યાન માડી તારા અધોર નગર, ટીપ્પણી રાસ, બન્દીસ રાસ, માડી તારા અઘોર નગર, તલવાર રાસ સહિતના રાસ ગરબા લોકો સમક્ષ રજુ કરવામાં આવે છે જેમા સતત બીજા વર્ષે બાળાઓ દ્વારા મસાલ-અંગારા રાસ રજુ કરવામાં આવ્યો હતો જે જોઇને લોકો મંત્રમુગ્ધ થઇ ગયા હતા અને હાજર લોકોએ દિકરીઓની મહેનતને બિરદાવી હતી.
આયોજક ક્રિપાલસિંહ ઝાલાએ જણાવ્યુ હતું કે, આ વર્ષે શક્તિ ચોક ગરબી મંડળની બાળાઓ દ્વારા પ્રાચીન ગરબામાં જ થોડી આધુનિકતા લાવીને અવનવા રાસ દોઢ મહિના સુધી પ્રેકટીશ કરીને તૈયાર કર્યા છે અને ‘‘માઁ શક્તિના ચાચર ચોક''માં બાળાઓ દ્વારા તેને લોકોની સમક્ષ રજુ કરવામાં આવી રહ્યા છે અહી નવરાત્રી દરમ્યાન જે રાસ ગરબા રજુ કરવામાં આવે છે તેને જોઇને લોકો પણ મંત્ર મુગ્ધ થઇ જાય છે આટલું જ નહિ આ ગરબીમાં બાળાઓ દ્વારા નવરાત્રી પહેલા ૪૨ જેટલા અવનવા રાસ તૈયાર કરવામાં આવ્યા હોય છે જે નવ દિવસમાં લોકોની સમક્ષ રજુ કરવામાં આવે છે અને આ ગરબી જોવા મોરબી બહારથી પણ લોકો આવે છે. અને અર્વાચીન રાસોત્સવના આધુનિક યુગમાં પણ પ્રાચીન સંસ્કળતિ અને ગરબીઓ જળવાઈ રહે તે માટે થઈને આધુનિક ટચ આપીને બાળાઓને અવનવા રાસ તૈયાર કરાવવામાં આવે છે અને તે સમગ્ર મોરબી શહેર નહીં પરંતુ જિલ્લામાં નંબર વન કહી શકાય તે પ્રકારના રાસ અહીંની બાળાઓ દ્વારા લોકો સમક્ષ રજૂ કરવામાં આવતા હોય છે
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
